Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં ૭ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે

ભારતીય હવામાન વિભાગે પૂર્વોત્તર સહિત દેશના કેટલાક રાજ્યમાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અને કહ્યું દેશમાં વરસાદનું જોર હજુ ઘટ્યું નથી. અને આગામી ચાર દિવસોમાં અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ અને ગર્જના સાથે વીજળી પડવાની ચેતાવણી આપી છે. હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ ભારે વરસાદને લઈને કાંગડા, મંડી સહિત અલગ-અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીના નાયબ નિયામકે જણાવ્યું કે, ગત ૨૪ કલાકના સમયમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ દિવસ સુધી ઉત્તર-પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારો અને મધ્ય ભારતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. આઈએમડીએ કહ્યું કે બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે અને કાલે જુદી-જુદી જગ્યાઓ પર કડાકાભડાકા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. ત્યારે આજે ઝારખંડમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત ૫ અને ૬ સપ્ટેમ્બરે ઓડિશા, ૪થી ૭ સપ્ટેમ્બર સુધી છત્તીસગઢ અને ૬ તારીખ સુધી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર વરસાદની સંભાવના છે. ત્યારે દક્ષિણ ભારતમાં આગામી ૪ દિવસ સુધી તમિલનાડુ, પોંડિચેરી અને દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પણ વરસાદ અને ભારે ગર્જના સાથે વીજળી પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદની ચેતાવણી આપવામાં આવી છે.

Related posts

બિહારમાં નેતા-અધિકારી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા સામે થશે કાર્યવાહી

editor

ઉપવાસ દલિતોનો ઉપહાસ છે : ભાજપ

aapnugujarat

જો માઇનોર વ્યક્તિ વગર ટિકીટે મુસાફરી કરતો ઝડપાશે તો ટીટીઇ ડાયરેક્ટ દંડ વસૂલી શકશે નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1