Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ

મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. બેતવા નદીનો જળસ્તર ઝડપી વધી રહ્યો છે, જેથી વિદિશાના ૭૦ ગામના લોકોને સુરક્ષિત સ્થાન પર શિફ્ટ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ભોપાલ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. તેથી તે વિસ્તારના લોકોને અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જણાવી દઈએ કે, ભોપાલની પાછલા ૧૮ કલાકથી બત્તીગુલ થઈ ગઈ છે, તો બીજી તરફ ધોધમાર વરસાદે જનજીવન ઠપ કરી નાંખ્યુ છે. ભોપાલ જિલ્લા પ્રશાસન માટે ૩ એનડીઆરએફ અને ૪ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. બે એરફોર્સના હેલિકોપ્ટર વિદિશા માટે મોકલવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં ૮ એનડીઆરએફની ટીમો તૌનાત કરવામાં આવી છે, જ્યારે વિદિશામાં ત્રણ ટીમ ઉપરાંત ૨ ગ્વાલિયર, ૧ સીહોર, ૧ નર્મદાપુરમ અને ૧ જબલપુરમાં તૈનાત કરવામાં આવી છે. પાછલા ૨૪ કલાકમાં નર્મદાની જળસપાટી ૯૪૫ ફૂટથી વધીને ૯૬૪ ફૂટ થઈ ગઈ છે અને આજે મોડી રાત્રે ભયજનક સપાટી ૯૬૭ ફૂટથી ઉપર જવાનો ભય છે. નર્મદા અને બેતવાને અડીને આવેલા જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ કેરવાના ૮માંથી ૮, કાલિયા સોટના ૧૩માંથી ૧૩, સગડના ૧૨માંથી ૧૦, રાજઘાટના ૧૮માંથી ૧૬ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ બધાના પાણીથી બેતવા નદીમાં જળસ્તર વધી રહ્યું છે. નર્મદા બેસિનના બરગી ડેમના ૨૧માંથી ૧૭, બેરણા ડેમના ૮માંથી ૬, તવા ડેમના ૧૩માંથી ૧૩ દરવાજા ખુલ્લા છે. નર્મદા બેસિનના ઈન્દિરાસાગર ડેમના ૨૦ માંથી ૧૨ દરવાજા અને ઓમકારેશ્વર ડેમના ૨૩ માંથી ૧૮ દરવાજા ખોલવામાં આવ્યા છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં અવિરત વરસાદને કારણે બંને રાજ્યોને જોડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે ગૌરેલા-પેન્દ્રા-મારવાહીથી લગભગ ૧૫ કિમી આગળ મધ્યપ્રદેશના અનુપપુરમાં ભૂસ્ખલનને કારણે માર્ગને નુકસાન થયું છે, જેના કારણે ૧૫થી ૨૦ ટ્રકો ફસાઈ ગઈ છે. જ્યારે રાજેન્દ્રગ્રામ-અમરકંટકને જોડતા કિરાર રોડ પર રિટેઈનિંગ વોલ સહિત રોડ ધોવાઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. અહીં જિલ્લા પ્રશાસને આગામી આદેશ સુધી અવરજવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં વરસાદના કારણે સૌથી વધારે નુકશાન સર્જાયું છે. ભોપાલમાં છેલ્લા ૩૬ કલાકથી વરસાદ પડી રહ્યો છે. વરસાદની સ્થિતિને જોતા સોમવારે ભોપાલ, સિહોર, શાજાપુર, જબલપુર જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભોપાલમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯.૫ મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અનેક સ્થળોએ ભારે વરસાદ અને પવનને કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, વીજ લાઈનો તૂટી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જતા પાછલા ૧૮ કલાકથી ભોપાલવાસીઓ લાઈટ આવવાન રાહ જોઈ રહ્યાં છે. ભોપાલની ૨૦૦થી વધારે કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે રાજા ભોજ તળાવમાં ક્રુઝ ડૂબી ગયું હતું.

Related posts

મુંબઈમાં જળપ્રલય, તોફાની પવન સાથે અતિભારે વરસાદ

editor

મધ્યપ્રદેશની સરકારી હોસ્પિટલ મહારાજા યશવંતરાયમાં ઓક્સિજન બંધ થતાં ૯નાં મોતનાં હેવાલથી હોબાળો

aapnugujarat

बिहार को पीएम मोदी ने दी 294 करोड़ की सौगात

editor

Leave a Comment

UA-96247877-1