Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખેડૂત સંગઠનો કેન્દ્ર સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી

ખેડૂત સંગઠનો તરફથી જંતર મંતર પર આયોજિત એક દિવસની મહાપંચાયત સોમવાર સાંજે ખત્મ થઈ ગઈ. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચા (નોન પોલિટિકલ)એ જાહેરાત કરી કે તેમણે સરકારને તેમની માંગણીઓ સ્વીકારવા માટે ૧૫ દિવસનો સમય આપ્યો છે અને જો તેઓ માંગણીઓ સ્વીકારતા નથી તો ૧૫ દિવસ પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તે ઉપરાંત ખેડૂતોના નેતા શિવકુમાર કક્કાનીએ જાણકારી આપી છે કે મંગળવારે રકાબગંજ ગુરૂદ્વારામાં ખેડૂત મોરચાની બેઠક થશે જ્યાં ખેડૂત નેતા આગળની રણનીતિ બનાવશે. તો બીજી તરફ આ ખેડૂત મહાપંચાયતને લઈને પ્રશ્ન પણ ઉભા થયાહતા. આને લઈને સંયુક્ત કિસાન મોરચાએ પોતાનું સત્તાવાર સ્પષ્ટીકરણ પણ રજૂ કર્યું હતું. તે પછી સ્પષ્ટ થઈ ગયું કે આ વિરોધનું આહ્વાન ભારતીય કિસાન યૂનિયન નોન પોલિટિકલ રાજકીય કિસાન સંગઠન બીકેયૂ એકતા સિધુપુરના જગજીત સિંહ ડલ્લેવાને કર્યું છે, જેને દેશભરના લગભગ ૪૦થી વધારે ખેડૂત સંગઠનોનું સમર્થન મળ્યું હોવાનું કહેવામાં આવે છે. SKM દ્વારા મીડિયાને આપવામાં આવેલા એક સ્પષ્ટીકરણમાં કહ્યું કે, સોમવારે જંતર-મંતર પર બોલાવવામાં આવેલી મહાપંચાયત અથવા વિરોધ સંયુક્ત કિસાન મોરચાનું આહ્વાન નથી. આ આહ્વાન ૨૦૨૦-૨૧ના ખેડૂતોના વિરોધ દરમિયાન એસકેએમનો હિસ્સો રહેલા કેટલાક ખેડૂત યૂનિયનો તરફથી કરવામાં આવ્યો છે. બીકેયૂ એકતા સિદ્ધૂપુરના જગજીત સિંહ દલ્લેવાલઆ વિરોધનું નેતૃત્વ કરી રહ્યાં છે, જ્યારે બાકી ખેડૂત સંઘ અને નેતા આનો હિસ્સો નથી. આ મહાપંચાયતમાં રાષ્ટ્રીય ખેડૂત મજદૂર મહાસંઘ, ભારતીય ખેડૂત સંઘ અમ્બાબતા, ભારતીય ખેડૂત સંઘ સિરસા, ભારતીય ખેડૂત એકતા, ભારતીય ખેડૂત સંઘ ખૌસા, ભારતીય ખેડૂત યુવા સંઘ, અન્નદાતા ખેડૂત સંઘ, હરિયાણા કિસાન યુનિયન, ભારતીય કિસાન સંઘ, હરિયાણા કિસાન મજદૂર, કિસાન યુનિયન, ખેતી બચાવો મોરચા, કિસાન મઝદૂર ફેડરેશન ઓફ ઓડિશા, ભારતીય ખેડૂત સંઘ, અરાજકીય, રાષ્ટ્રીય ખેડૂત સંગઠન વગેરે અગ્રણી રૂપે સામેલ હતા.

Related posts

ઉત્તરપ્રદેશ-રાજસ્થાનમાં પણ વહેલી તકે મોનસુન પહોંચશે

aapnugujarat

છત્તીસગઢના પૂર્વ મુખ્ય સચિવ અગ્રવાલની ૨૭.૮ કરોડની સંપત્તિ જપ્ત

editor

વિધાનસભા ચૂંટણી : ઈવીએમનાં બદલે બેલેટ પેપરથી વોટિંગ કરવાની માંગ સુપ્રીમે ફગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1