Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ-રાજસ્થાનમાં પણ વહેલી તકે મોનસુન પહોંચશે

દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં ભારે વરસાદની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પણ મોનસુનની હવે ઝડપથી એન્ટ્રી થઇ રહી છે.
૧૦મી જૂન સુધી ઉત્તરપ્રદેશમાં પણ પ્રિ મોનસુનની એન્ટ્રી થઇ શકે છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં લોકો ગરમીથી બેહાલ છે ત્યારે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અહીં પણ મોનસુનની એન્ટ્રી થવાની તૈયારી છે. હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તરપ્રદેશમાં લોકોને ટુંક સમયમાં જ ગરમીથી રાહત મળી જશે. બરેલી, બદાયુ, શાહજહાંપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રિ-મોનસુની વરસાદનો દોર ૧૦મી જૂનથી શરૂ થઇ શકે છે. લખનૌ સહિત પ્રદેશના અનેક વિસ્તારોમાં હાલ તીવ્ર ગરમી પડી રહી છે. બીજી બાજુ રાજસ્થાનના જુદા જુદા વિસ્તારોમાં પણ લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશના વિવિધ ભાગોમાં પારો ૪૧ સુધી પહોંચી ગયો છે. બુંદેલખંડના અનેક વિસ્તારોમાં પારો ૪૫થી ઉપર પહોંચી ચુક્યો છે. રાજસ્થાનના વિવિધ ભાગોમાં પણ પારો ૪૫થી ઉપર પહોંચી ચુક્યો છે. કાળઝાળ ગરમીથી હવે ટૂંકમાં જ રાહત મળી શકે છે.
હવામાન વિભાગના કહેવા મુજબ આ વખતે દક્ષિણ પશ્ચિમ મોનસુનની કેરળમાં નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ દેશના અન્ય ભાગોમાં પણ નિર્ધારિત સમય પહેલા એન્ટ્રી થઇ રહી છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં તેમજ દેશના અન્ય ભાગોમાં વહેલીતકે મોનસુન પહોંચશે. ગુજરાતમાં પણ ૧૦થી ૧૫મી વચ્ચે મોનસુનની એન્ટ્રી થઇ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

Related posts

प्रधानमंत्री मोदी, राष्ट्रपति समेत बड़े नेताओ ने सुषमा स्वराज को दी श्रद्धांजलि

aapnugujarat

आईटी कानून में बदलाव करना चाहती है सरकार

aapnugujarat

ઝારખંડમાં યુવકે શિક્ષિકાનું ગળુ કાપીને હત્યા કરી,માથું ધડથી અલગ કરી ગામમાં ફર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1