Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ યુક્રેનને ૪૦ અબજ ડોલરની સહાય આપી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને યુક્રેનને અમેરિકી સહાયતામાં ૪૦ અબજ ડોલરની વધુ સહાયતા આપવા માટે કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ પહેલા યુદ્ધ દરમિયાન અમેરિકાએ યુક્રેનને સૈન્ય તથા અન્ય મદદ કરી હતી. જાે બાઇડેન હાલમાં એશિયાના પ્રવાસે છે, તેઓ ૨૪ મેએ જાપનના ટોક્યોમાં આયોજીત ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લેશે. તેમણે શુક્રવારે સિઓલમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂં સોક-યૂલ સાથે મુલાકાત કરી હતી. આ કાયદાને અમેરિકી કોંગ્રેસ દ્વારા બે પક્ષીય સમર્થનની સાથે પાસ કરવામાં આવ્યો છે. આ સહાયતા યુદ્ધને લઈને યુક્રેન માટે અમેરિકાની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. રશિયાએ યુક્રેનના પૂર્વ ક્ષેત્રમાં ફરી આક્રમણ શરૂ કરી દીધુ છે. તો અમેરિકાના અધિકારીઓએ લાંબા સમય સુધી સંઘર્ષની સંભાવના વિશે ચેતવણી આપી છે. નાણાકીય સહાયતાનો ઉદ્દેશ્ય યુદ્ધથી બચવા માટે યુક્રેનનું સમર્થન કરવાનો છે. અમેરિકાએ પહેલા યુક્રેનને ૧૩.૬ અબજ ડોલરની સહાયતા આપી હતી. નવો કાયદો રશિયાની પ્રગતિને રોકવા માટે ઉપયોગમાં લેવાતા અદ્યતન શસ્ત્રો માટે ઇં ૨૦ બિલિયન લશ્કરી સહાય પ્રદાન કરશે. તો સામાન્ય આર્થિક સહાયતામાં ૮ અબજ ડોલર છે. યુક્રેનમાં કૃષિ પતનન કારણે વૈશ્વિક ખાદ્ય કમીને દૂર કરવા માટે ૫ અબજ ડોલરની સહાયતા પ્રદાન કશે તો શરણાર્થીઓની સહાયતા માટે એક અબજ ડોલરની મદદ થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ અસામાન્ય પરિસ્થિતિઓમાં ઉપાયો પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારી અનુસાર, બાઇડેન એશિયાની યાત્રા પર છે. એક અમેરિકી અધિકારી વાણિજ્યિક ઉડાનથી બિલની એક કોપી લાવ્યા, જેથી રાષ્ટ્રપતિ તેના પર સહી કરી શકે. આ યુક્રેન માટે અમેરિકાનું સમર્થન જારી રાખવા માટે અમેરિકાની ભાવના દર્શાવે છે. પરંતુ સાથે અમેરિકી રાષ્ટ્રપતિ સામે વર્તમાનમાં મોટા પાસે આંતરરાષ્ટ્રીય પડકાર પણ છે.

Related posts

ચીનની વસ્તી ૨૦૨૯માં ૧.૪૪ અબજે પહોંચશે અને ૨૦૩૦ પછી ઘટાડો થશે

aapnugujarat

सऊदी अरब को मनाने पहुंचे पाकिस्तान के सेना प्रमुख बाजवा

editor

ગુજરાતના ૫૨ લોકો ગેરકાયદે અમેરિકા અને કેનેડા પહોંચ્યાં : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1