Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનની વસ્તી ૨૦૨૯માં ૧.૪૪ અબજે પહોંચશે અને ૨૦૩૦ પછી ઘટાડો થશે

વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં ૨૦૨૯માં વસ્તી ૧.૪૪ અબજની ચરમસિમાએ પહોંચ્યા પછી ૨૦૩૦ પછી સતત ઘટવાની શરૂ થશે, એમ ચીનની એક અગ્રણી થીંકટેંકે કહ્યું હતું.
વર્ષ ૨૦૫૦માં દેશની વસ્તી ઘટીને ૧.૩૬ અબજ અને ૨૦૬૫માં ઘટીને ૧.૨૫ અબજ થઇ જશે, એમ ચાઇનીઝ એકેડમી ઓફ સોશિયલ સાયન્સીસએ પોતાના અહેવાલમાં કહ્યું હતું. અહેવાલમાં એવી પણ ચેતવણી આપવામાં આવી હતી કે જો આખા જીવનમાં મહિલાની કેટલા બાળકો પેદા કરવાની ક્ષમતા ૧.૬ જ રહેશે.
નકારાત્મક વસ્તી વધારો ૨૦૨૭થી શરૂ થશે જેમાં કુલ ૧.૧૭ અબજની વસ્તી હશે એટલે કે ૧૯૯૦માં જેટલી વસ્તી હતી એટલી જ રહેશે.વિશ્વ બેંકે અંદાજ કાઢ્યો હતો કે ૧૯૯૬ પછી ચીનમાં ફળદ્રપ્તા દર ૧.૬ કરતાં પણ ઓછો હતો, જે ૨૦૧૩માં વધીને ૧.૬ અને ૨૦૧૬માં ૧.૬૨ થયો હતો.અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે જો ચીન વસ્તી વૃધ્ધિનો આ દર જાળવી રાખશે તો ફળદ્રપ્તાના દર સરખામણીમાં સલામત સ્તરે પરત ફરશે.
ચીનના વસ્તીના નિષ્ણાતોએ કહ્યું હતું કે ગયા વર્ષે નવા બાળકોના જન્મમાં ૨૦ લાખનો ઘટાડો થતાં અને હજુ પણ ઘટાડો ચાલુ રહેવાની શક્યતાના કારણે ચીનની ત્રણ વર્ષ સુધીના બે બાળકોની પોલીસી નવા જન્મ દર પ્રભાવ પાડવા નિષ્ફળ રહી હતી.
ચીનના વસ્તી ગણતરીના નિષ્ણાતોએ કહ્યું હતું કે દેશમાં સંપૂર્ણ પણે બે બાળકોની પોલીસી પર અમલ કરાયો પછી પણ ૨૦૧૮માં નવા જન્મેલા બાળકોની સંખ્યામાં ૨૦ લાખ કરતાં વધુ ઘટાડો થયો હતો.
’જો કે હજુ સુધી દેશમાં નવા જન્મેલા બાળકોના આંકડા જાહેર કરાયા નથી, પરંતુ સ્થાનિક આરોગ્ય વિભાગમાંથી મળેલા આંકડાઓ બતાવે છે કે ૨૦૧૮માં તાજા જન્મેલા બાળકોની સંખ્યામાં અગાઉના વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછા૧૫ ટકાનો ઘટાડો થયો હતો’એમ ચીનની વસ્તી પોલીસીની અસરના એક નિષ્ણાંત હી આફુએ કહ્યું હતું.

Related posts

विश्व बैंक ने बताया, कोरोना से होने वाले आर्थिक नुकसान कैसे किया जा सकता है कम

editor

ટ્રમ્પનું એલાન : અમે ચીનની સાથે વેપાર જ કરવાના નથી

editor

બેઈજિંગમાં સાઉદી અરેબિયા અને ઈરાને મિલાવ્યા હાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1