Aapnu Gujarat
રાષ્ટ્રીય

પોસ્ટ ઓફિસમાં એન.ઈ.એફ.ટી. અને આર.ટી.જી.એસ સુવિધા શરૂ

પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવનારા વિભાગે મોટા સમાચાર આપ્યા છે.. પોસ્ટ ઓફિસમાં ૧૮ મેથી એન.ઈ.એફ.ટીની સુવિધા શરૂ કરવામાં આવી છે જ્યારે આર.ટી.જી.એસની સુવિધા ૩૧ મેથી શરૂ થશે. જાે તમારું એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં છે. તો તમે પોસ્ટ ઓફિસમાં ઈલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશો. ખાતા વિભાગે ૧૭ મેના રોજ જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે પોસ્ટ ઓફિસ દ્વારા એન.ઈ.એફ.ટી અને આર.ટી.જી.એસની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. પરિપત્રના આધારે એન.ઈ.એફ.ટીની સુવિધા ૧૮ મેથી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, આર.ટી.જી.એસની સુવિધા આગામી ૩૧ મે ૨૦૨૨ થી ઉપલબ્ધ થશે. એટલે કે હવે પોસ્ટ ઓફિસના ગ્રાહકોને પૈસા મોકલવાનો પહેલા કરતા વધુ સરળ બનશે. પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આર.ટી.જી.એસની સુવિધા અંગે ટ્રાયલ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, આશા છે કે આ સુવિધા ૩૧ મે ૨૦૨૨ થી શરૂ થશે. એન.ઈ.એફ.ટી અને આર.ટી.જી.એસથી તમે તમારા ખાતાથી કોઈપણ એકાઉન્ટમાં ઈલેક્ટ્રોનિક રીતે ફંડ ટ્રાન્સફર કરી શકશો. આ પૈસા ટ્રાન્સફર કરવા માટેની ઝડપી પ્રક્રિયા છે. એન.ઈ.એફ.ટીમાં પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ મર્યાદા નથી, જ્યારે આર.ટી.જી.એસમાં એક સમયે ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલવાના હોય છે. એન.ઈ.એફ.ટી કરતાં આર.ટી.જી.એસમાં નાણાં વધુ ઝડપથી પહોંચે છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ ૨૪×૭×૩૬૫ ૨૪*૭*૩૬૫ હશે. ૧૦,૦૦૦ રૂપિયા સુધીના એન.ઈ.એફ.ટી માટે તમારે ૨.૫૦ રૂપિયા જી.એસ.ટી ચૂકવવો પડશે. ૧૦ હજારથી એક લાખ રૂપિયા માટે આ ચાર્જ વધીને ૫ રૂપિયા જી.એસ.ટી થઈ ગયો છે. આ સિવાય ૧ લાખ રૂપિયાથી ૨ લાખ રૂપિયા સુધીની રકમ માટે ૧૫ રૂપિયા જી.એસ.ટી અને ૨ લાખથી વધુની રકમ માટે ૨૫ રૂપિયા જી.એસ.ટી ચૂકવવા પડશે.

Related posts

પેગાસસ જાસૂસી વિવાદમાં સુપ્રીમનો સ્વતંત્ર તપાસ અંગે આદેશ

editor

દિલ્હી સરકાર પર બસ ગોટાળાનો અજય માકનનો આરોપ

aapnugujarat

केवल २५ पर्सेंट ड्राइवर ही सीट बेल्ट लगाते है : सर्वे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1