Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં કોવિડ-૧૯નાં નવા ૧૬ કેસ નોંધાયા

રાજ્યમાં આજે કોરોનાના નવા ૧૬ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૨૭ દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૩૨૦ નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૧૦ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ ૬૧,૩૭૯ ડોઝ આપવામાં આવ્યા હતા. બીજી તરફ જાે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૧૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૦૯ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૩૨૦ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જાે કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે ૧૦,૯૪૩ નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. પરંતુ રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું નથી. રાજ્યમાં આજે કોરોનાના કુલ ૧૬ કેસ નોંધાયા તે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં ૫, રાજકોટ કોર્પોરેશનમાં ૪, વડોદરા કોર્પોરેશન ૩, વલસાડ ૨, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧, પંચમહાલ ૧ એમ કુલ ૧૬ કેસ નોંધાયા છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૪૨ ને રસીનો પ્રથમ અને ૯૩૧૩ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના કિશોરો પૈકી ૩૨૫ ને રસીનો પ્રથમ અને ૨૩૯૬ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૦૭૩૯ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૪૦૫૭ ને રસીનો પ્રથમ જ્યારે ૩૩૬૦૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૬૧,૩૭૯ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૭૯,૪૬,૯૯૦ ડોઝ અપાઇ ચુક્યાં છે.

Related posts

ધ્રાંગધ્રા પીપલ્સ કો. ઓપરેટીવ બેંકને RBI દ્વારા રુપિયા 2 લાખનો દંડ

editor

આઈએસઆઈ સાથે સંપર્કની શંકા પરથી ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડે સુરતના રહેવાસીને અટકમાં લીધો

aapnugujarat

યાત્રાધામના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારમાં PILન્ની ધમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1