Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોવાના કોઈપણ બીચ પર દારૂ પીવા પર પ્રતિબંધ

જો ગોવાના કોઈ બીચ પર લોકો દારૂ પીતા જોવા મળશે તો તેમની વિરૂદ્ધ આકરા પગલાં લેવાશે અને તેમની ધરપકડ કરવામાં આવશે. ગૃહમાં પ્રવાસન મંત્રી મનોહર અજગાંવકરે વિધાનસભામાં કહ્યું હતું, બીચની સ્વચ્છતા જાળવવાની રહેશે અને અમે લોકોને બીચ પર દારૂ પીતાં અટકાવીશું. એ માટે ધરપકડ કરતા પણ અચકાઈશું નહીં.
મંત્રીએ કહ્યું હતું કે પોલીસે કેટલાક કેસો નોંધ્યા પણ છે જેમાં બીચ પર પ્રવાસીઓ દારૂનું સેવન કરી રહ્યા હતા.
તેમણે કહ્યું હતું,અમે ટુરિસ્ટ ટ્રેડ એક્ટમાં સંશોધન કરીશું અને તેમાં વધુ સત્તા ઉમેરીશું. કોઈને પણ કાયદો હાથમાં લેવા માટે અનુમતિ આપવામાં આવશે નહીં. અગાઉ નાગરિકોની અનેક ફરિયાદો પણ આવી છે કે બીચ પર લોકોને દારૂ પીતા અટકાવવા માટે સરકાર કોઈ પગલા લેતી નથી.અજગાંવકરે કોંગ્રેસી ધારાસભ્ય એલેક્સિયો રેજિનાલ્ડો લોરેન્કોના એક સવાલના જવાબમાં આવી માહિતી આપી હતી.આ વર્ષે મે મહિનામાં, આ રાજ્યમાં પોલીસે તેમના કર્મચારીઓને બીચ સહિતના જાહેર સ્થળોએ દારૂ પીતા લોકોની ધરપકડ કરવા માટે કહ્યું છે. આ સિવાય અન્ય એક સવાલના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય લાઈફગાર્ડ એજન્સી સાથેનો કોન્ટ્રાક્ટ રદ નહીં કરે કેમકે સરકાર આ પ્રકારની એજન્સીઓ ચલાવી શકે નહીં. તેમણે કહ્યું હતું કે અગાઉ સરકારે આવી લાઈફગાર્ડ એજન્સીઓ સંચાલિત કરી હતી પણ તે કામગીરી સંતોષકારક રીતે થઈ શકી ન હતી.

Related posts

રિઝર્વ બેંક આર્થિક તેજી લાવવા માટે જુન મહિનામાં વ્યાજદર ઘટાડે તેવી શક્યતા

aapnugujarat

कभी किसी क्षेत्रीय भाषा पर हिंदी थोपने की बात नहीं कही : अमित शाह

aapnugujarat

Gauhati HC dismisses petitions of Govt officials for relief in APSC scam

aapnugujarat

Leave a Comment

UA-96247877-1