Aapnu Gujarat
રમતગમત

નેક્સ્ટ ટી૨૦ વર્લ્ડ કપ, બે વર્ષમાં રમાનાર આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે મિતાલી રાજ

આઈસીસી મહિલા વર્લ્ડ કપ ૨૦૧૭માં ભારતીય ટીમ રનર્સ અપ બની હતી. કેપ્ટન મિતાલી રાજની એ છેલ્લી વર્લ્ડ કપ હતી, પણ એણે હજી ક્રિકેટ રમવાનું થોડોક વખત સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. એનું કહેવું છે કે પોતે આવતા વર્ષે નિર્ધારિત મહિલાઓની ટી૨૦ વર્લ્ડ કપ રમવા માગે છે. તેમજ આગામી વર્ષ દરમિયાન અમુક આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં પણ રમવા ઈચ્છે છે.મિતાલીનાં સુકાનીપદ હેઠળ ભારતની ટીમ હાલમાં સમાપ્ત થયેલી વર્લ્ડ કપમાં ફાઈનલમાં પહોંચી હતી જ્યાં જોરદાર લડત આપ્યા બાદ ઈંગ્લેન્ડ સામે એનો ૯-રનથી પરાજય થયો હતો. મિતાલીનાં કપ્તાનપદ હેઠળ ભારતીય ટીમને આ બીજી વાર ફાઈનલમાં હાર સહન કરવી પડી હતી.
અગાઉ, ૨૦૦૫માં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં પરાજય થયો હતો.મિતાલી અને તેની સાથીઓ ભારત પાછી ફરી છે ત્યારથી દેશમાં ઠેકઠેકાણે એમનાં સમ્માન સમારંભો યોજાઈ રહ્યા છે.મુંબઈમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરફથી એમનું સમ્માન કરાયા બાદ નવી દિલ્હીમાં તાજમહલ હોટેલ ખાતે આયોજિત સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ ખેલાડીઓને પ્રત્યક્ષ કરીતે મળીને અભિનંદન આપ્યા હતા.
મિતાલીએ કહ્યું છે કે અમને ક્રિકેટ રમવા માટે વિશ્વકક્ષાની સુવિધાઓ મળી રહી છે તેથી અમે હવે વધુ સારી રીતે સુસજ્જ થઈ શકીએ છીએ.મિતાલીએ વધુમાં કહ્યું કે હું આવતા વર્ષે નિર્ધારિત ટી૨૦ વર્લ્ડ કપમાં રમવા માગું છું અને આવતા બે વર્ષ દરમિયાન યોજાનાર અમુક શ્રેણીઓમાં પણ રમવા ઈચ્છું છું.ટી૨૦ વર્લ્ડ કપ સ્પર્ધા આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં રમાવાની છે.

Related posts

ગોલ્ફ પ્લેયર રંઘાવા સહિત બેની શિકારના કેસમાં ધરપકડ

aapnugujarat

भारत ने पाक को हराया, शाह बोले एक और सर्जिकल स्ट्राइक

aapnugujarat

શ્રીલંકન સ્પિનર સૂરજ રણદીવ બસ ડ્રાયવીંગ કરી ઘર ચલાવે છે

editor

Leave a Comment

UA-96247877-1