Aapnu Gujarat
ગુજરાત

વાહનચોરી અને ઘરફોડ ચોરીના ગુના આચરતી ગેંગ આવી સુરત ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં.!

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચીકલીગર ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ ઇકો ફોર વ્હીલ ગાડીની ચોરી કરી ઘરફોડ ચોરીના ગુના આચરતી હતી. પોલીસે આ ગેંગને ઝડપી પાડી બે ગુનાના ભેદ ઉકેલ્યા છે. તેમજ તેઓની પાસેથી સોના ચાંદીના દાગીના મળી કુલ 3.15 લાખની મત્તા કબજે કરી છે.

ડીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળી હતી, કે ઘરફોડ ચોરી કરતી ચીકલીગર ગેંગ સુરત શહેરમાં ફરી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ચોકબજાર પાલિયા ગ્રાઉન્ડ પાસે રહેતા બલમતસિંગ ઉર્ફે બચ્ચુસિંગ દર્શનસિંગ ગૌરીસિંગ ટાંક, જ્વાલાસિંગ ઉર્ફે જોલ્લાસિંગ અવતારસિંગ ઉર્ફે ટીકલીસિંગ અંધ્રેલી, રાણાસિંગ અવતારસિંગ ઉર્ફે ટીકલીસિંગ અંધ્રેલી તથા જોગ્ગાસિંગ બબનસિંગ અંધ્રેલીને ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આશરે પંદરેક દિવસ પહેલા આરોપી બચ્ચુંસિંગ તથા જ્વાલાસિંગ સિંગણપોર નજીકમાં આવેલા એક સોસાયટીમાં બંધ મકાન જોઇને આવી તે ઘરમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું. અને 16 એપ્રિલના રોજ રાત્રીના અઢી ત્રણેક વાગે રાણાસિંગની મોપેડ પર પંડોળ ફટાકડાવાડી વિસ્તારમાં જઈને ગલીના નાકેથી પાર્ક રહેલી એક ઇકો ફોરવ્હીલ ચોરી કરી હતી. અને તે કાર ચોરી કર્યા બાદ તુરંત જ બંધ ઘરે જઈને નકુચો તોડી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરફોડ ચોરી કર્યા બાદ કારને બિનવારસી હાલતમાં ભરીમાતા મંદિર પાસે છોડી દીધી હતી.

આરોપીની કબુલાતના પગલે ચોકબજાર પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરી તથા સિંગણપોર પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી 2.05 લાખની કિમતના સોનાના ઘરેણા, 28 હજારની કિમતના ચાંદીના ઘરેણા, 1 મોબાઈલ, બે મોપેડ તેમજ લોખંડની છીણી, હથોડી વગેરે મળી કુલ 3.15 લાખની મત્તા કબજે કરી હતી. આ ઉપરાંત આરોપી બલમતસિંગ ઉર્ફે બચ્ચુંસિંગ ગાંધીનગર કલોલ પોલીસ મથકમાં વાહનચોરીના ગુનામાં પકડાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ડીસીબી પોલીસે હાલ આ ગેંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાવણી માટે-પાક બચાવવા સમગ્ર રાજ્યમાં સિંચાઇ માટે પાણી અપાશે : નીતિન પટેલ

aapnugujarat

વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત કિસાન સંમેલન રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયું

editor

ભાવનગરમા સરકારની ગાઈડલાઈન્સ મુજબ રથયાત્રા યોજાશે

editor

Leave a Comment

UA-96247877-1