Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ભીષણ ગરમી પડવાની કરાઈ આગાહી

એપ્રિલનો અંત નજીક છે એવામાં મહત્તમ તાપમાનનો આંકડો અમદાવાદ સહિત રાજ્યભરમાં ઘણો ઊંચો જઈ રહ્યો છે.
શનિવારે અમદાવાદમાં તાપમાન ૪૧.૫ ડિગ્રી નોંધાયું હતું જે આજે ૪૨ ડિગ્રીએ પહોંચશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યની રાજધાની ગ્રીન સિટી ગાંધીનગરમાં શનિવારે ગરમીનો પારો ૪૨ ડિગ્રી પર પહોંચી ગયો હતો. આગમી દિવસોમાં રાજ્યનું તાપમાન વધુ ઊંચું જશે, જેના લીધે યલો અને ઓરેન્જ એલર્ટની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યનું તપામાન ૪૪ ડિગ્રી પર પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
સામાન્ય કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ફરી એકવાર ગરમી આકરી બની રહી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી આકરો તાપ સહન કરવો પડશે. જેમાં આજે તથા આવતીકાલે ગરમીનું પ્રમાણે ૪૨ ડિગ્રી જ્યારે તે પછીના દિવસો એટલે કે મંગળવાર અને બુધવારે તાપમાન ૪૪ ડિગ્રી પહોંચવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં ત્રણ દિવસ માટે યલો એલર્ટ જ્યારે તે પછી બે દિવસ ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જમાં એક દિવસ તાપમાન ૪૦ ડિગ્રીથીનીચે નોંધાયા બાદ ફરી એકવાર સૂરજદાદા વધારે આકરા બની રહ્યા છે. અમદાવાદની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી પાંચ દિવસ ગરમીનું જાેર રહેશે.આઈઆઈપીએચ ગાંધીનગરના પ્રોફેસર દિલીપ માવળંકરે જણાવ્યું કે, અમદાવાદ સહિત અન્ય જગ્યા કે જ્યાં ભારે ગરમી પડી રહી છે તેના માટે હીટ એક્શન પ્લાન્ટ જાહેર કરવો જાેઈએ. પરંપરાગત રીતે મે મહિનામાં ગુજરાતમાં ભારે ગરમી રહે છે, જાેકે હવે એપ્રિલમાં પણ કાળઝાળ ગરમી પડે છે. હવે આના પરથી વિચારી શકાય કે આવતા મહિને કેવી સ્થિતિ હશે. સામાન્ય રીતે એવું જાેવા મળે છે કે શરુઆતની આકરી ગરમી વધુ મોતનું કારણ બને છે. તેમણે જણાવ્યું કે, સરકારે નાગરિકોને ભારે ગરમી અંગે જાગૃત કરવા જાેઈએ.
આ સાથે ગરમીના કારણે કેટલી ગંભીર અસર થાય છે અને બપોરના સમયે બહાર ફરતી વખતે લોકોએ કાળજી રાખવી જાેઈએ.

Related posts

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

aapnugujarat

अंबाजी के शिखर पर १४० किलो सोना चढ़ाया जाएगा

aapnugujarat

सवर्ण जाति आयोग की चुनावलक्षी घोषणा ब्रह्मसमाज को नामंजूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1