Aapnu Gujarat
ગુજરાત

જખૌ પાસેથી ભારતીય કોસ્ટગાર્ડે 300 કરોડનું હેરોઇન જપ્ત કર્યુ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં અરબ સાગરની ભારતીય જળ સીમાના જખૌ પાસેથી 300 કરોડ રૂપિયાની હેરોઇન જપ્ત કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતના દરિયા કિનારે જખૌ પાસે એક પાકિસ્તાની બોટ અલ હજને ઘેરીને તેની તપાસ કરવામાં આવી હતી જેમાંથી આશરે 56 કિલો માદક પદાર્થ પકડાયો હતો. માદક પદાર્થ હેરોઇન છે. એટીએસે નવ પાકિસ્તાની તસ્કરોની પણ ધરપકડ કરી છે.

સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારી અનુસાર એટીએસ અને કોસ્ટ ગાર્ડે મળીને અરબ સાગરમાં ભારતીય જળ સીમાની અંદર એક પાકિસ્તાની બોટને પકડી છે જેમાં 9 લોકો સવાર હતા. એટીએસ પકડેલા નવ પાકિસ્તાની તસ્કરોને પણ પોતાની સાથે લઇ ગઇ છે.

સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો અનેક વખત એપી સેન્ટર રહ્યું છે. સૌરાષ્ટ્રનો દરિયાકિનારો ગેટવે ઓફ ગુજરાત બની ગયો છે. આતંકવાદી, RDX, હથિયારો અને ડ્રગ્સની ઘૂસણખોરીનો માર્ગ અહીં મોકળો છે. ગઇકાલે જામખંભાળિયાના દરિયાકિનારેથી 350 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકિનારાની સુરક્ષા પર મોટો સવાલ ઊભો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું છે.

Related posts

અમ્યુકોમાં આંતરિક વિવાદ વધ્યો : રૂપાણી સુધી ફરિયાદ

aapnugujarat

મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવાની સાથે મહિલાઓને સામાજિક ક્ષેત્રે નેતૃત્વ કરી આગળ ધપવાની હિમાયત કરતાં નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ  વનીતાબેન વસાવા

aapnugujarat

સાબરકાંઠામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1