Aapnu Gujarat
National

રાજ્યસભામાં પણ કોંગ્રેસ સંકોચાઈ રહી છે, 17 રાજ્યોમાં કોઈ સાંસદ નથી

રાજ્યસભાની આગામી દ્વિવાર્ષિક ચૂંટણી બાદ રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદોની સંખ્યામાં ઘણો ઘટાડો થશે. પાર્ટી માટે સૌથી મોટી ચિંતા તેનો ભૌગોલિક આધાર સંકોચાઈ રહ્યો છે. કોંગ્રેસને 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ નહીં મળે. માર્ચના અંતમાં રાજ્યસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 33 હતું. જ્યારે કોંગ્રેસના ચાર રાજ્યસભાના સભ્યો પહેલેથી જ નિવૃત્ત થઈ ચૂક્યા છે, જ્યારે નવ વધુ જૂન અને જુલાઈમાં નિવૃત્ત થશે. ચૂંટણી બાદ કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 30 થઈ જશે. જે રાજ્યસભામાં કોંગ્રેસનો અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. કોંગ્રેસને અપેક્ષા છે કે ડીએમકે તેને ખાલી પડેલી છ બેઠકોમાંથી એક બેઠક આપશે. તે કિસ્સામાં તેની સંખ્યા 31 હશે.

પંજાબમાં કારમી હારને કારણે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદોની સંખ્યામાં ઘટાડો થયો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના સભ્યોની સંખ્યામાં વધારો થયો હતો. હવે કોંગ્રેસને ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, દિલ્હી અને ગોવામાંથી રાજ્યસભામાં કોઈ પ્રતિનિધિત્વ નહીં મળે. પ્રથમ વખત, પૂર્વોત્તરના આઠ રાજ્યોમાંથી પણ, રાજ્યસભામાં તેનો કોઈ પ્રતિનિધિ નહીં હોય. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 2019માં રાજસ્થાન ગયા ત્યાં સુધી તેઓ આસામમાંથી રાજ્યસભાના સાંસદ હતા. રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી પછી કોંગ્રેસ પાસે જે 30 કે 31 બેઠકો હશે, તેમાં સૌથી વધુ કોંગ્રેસ શાસિત રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢ અને ભાજપ હસ્તક કર્ણાટકમાંથી હશે. રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટી પાસે રાજસ્થાન અને કર્ણાટકમાંથી 5-5, છત્તીસગઢમાંથી 4, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી 3-3 અને પશ્ચિમ બંગાળ અને હરિયાણામાંથી બે-બે સભ્યો હશે. આ સાથે બિહાર, કેરળ અને ઝારખંડમાંથી એક-એક સભ્ય હશે.

લોકસભામાં પણ કોંગ્રેસની આવી જ સ્થિતિ છે. કોંગ્રેસને હરિયાણા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાંથી લોકસભામાં કોઈ પ્રતિનિધિત્વ નથી. તેના કુલ 53 લોકસભા સભ્યોમાંથી 28 દક્ષિણ ભારતના છે. કેરળમાંથી 15, તમિલનાડુના આઠ, તેલંગાણાના ત્રણ અને કર્ણાટક અને પુડુચેરીમાંથી એક-એક લોકસભા સાંસદ છે. ઉત્તર ભારતમાં માત્ર પંજાબમાં કોંગ્રેસ 8 બેઠકો જીતવામાં સફળ રહી હતી. કોંગ્રેસ પાસે આસામમાંથી ત્રણ અને છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાંથી બે-બે સાંસદ છે. ઘણા રાજ્યોમાં તેની પાસે માત્ર એક જ લોકસભા સાંસદ છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, ગોવા અને મેઘાલયનો સમાવેશ થાય છે.

Related posts

સરકાર રેલ્વે મંત્રાલયની આ કંપનીને વેચી શકે છે, પ્રક્રિયા આ મહિનાથી શરૂ થશે

aapnugujarat

કર્ણાટકમાં બે અઠવાડિયા નું લોકડાઉન જાહેર

editor

ચુંટણી પરિણામ બાદ વિજય સરઘસ પર પ્રતિબંધ: ચુંટણી પંચ

editor

Leave a Comment

UA-96247877-1