Aapnu Gujarat
ગુજરાત

2022 વિધાનસભા ચૂંટણી પહેલા નરેશ પટેલ થયા એક્ટિવ,કોળી સમાજને સાથે લઈને ચાલવાની કવાયત

નરેશ પટેલએ ગઈકાલે બાઈ ઈન્વીટેશન, કોળી સમાજના માંધાતા ગ્રુપને ખોડલધામ ખાતે બોલાવ્યું તેની પણ ચર્ચા છે. એક વખત નરેશ પટેલએ જ કહ્યું હતું કે ખોડલધામને હું રાજકીય પ્લેટફોર્મ નહી બનાવુ પરંતુ જે રીતે માંધાતા ગ્રુપના અગ્રણીઓ સાથે ખોડલધામમાં જ ચર્ચા થઈ, બેઠકો થઈ અને 182 બેઠકોની પણ વાત થઈ તથા સામાજીક અને રાજકીય જે કાંઈ ક્ષેત્રે જરૂર હશે તો કોળી અને પાટીદાર સમુદાય એક થશે તેવી ખાતરી અપાઈ તેનાથી કોંગ્રેસના કોળી સમાજના અગ્રણીઓ પણ નરેશ પટેલ જો પક્ષમાં આવે તો શું પોતાનું અલગ પ્લેટફોર્મ રચશે કે કેમ તે ચર્ચા શરુ થઈ છે. આ બેઠકમાં કોળી સમાજના કોઈ જાણીતા અગ્રણીઓ હાજર ન હતા અને તેના કારણે આગામી દિવસોમાં નરેશ પટેલની એન્ટ્રી સમયે તેઓ અન્ય સમાજના સ્વતંત્ર ગ્રુપને સાથે લઈ આવે તો તેનાથી કોંગ્રેસના કોળી સમાજના અગ્રણીઓને કેટલું ફાવશે તે પણ પ્રશ્ર્ન છે.અત્યારે નરેશ પટેલ 2022 વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે.નરેશ પટેલ 2022 ચૂંટણીમાં મોટા ચહેરા તરીકે ઉતરશે તે નક્કી જ દેખાઈ રહ્યું છે

Related posts

एक्टिवा और बाइक चोरी करता वाहनचोर जुहापूरा से गिरफ्तार

aapnugujarat

સાબરકાંઠા પોલીસે ગરબાડા ચડ્ડી ગેંગના શખ્સોને ઝડપ્યા

editor

નીતિન પટેલના નિવેદન પર હાર્દિકની પ્રતિક્રિયા, નાયબ મુખ્યમંત્રીએ પાટીદાર સમાજને મૂર્ખ કહ્યો છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1