Aapnu Gujarat
National

યૂક્રેને રશિયા પર કરી એર સ્ટ્રાઇક, ઓઇલ ડેપો પર રોકેટથી કર્યો હુમલો

યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનો 37મો દિવસ છે. રશિયાએ યૂક્રેન પર આરોપ લગાવ્યો કે તેને તેના દેશમાં ઘુસીને હુમલો કર્યો છે. રશિયાનો આરોપ છે કે યૂક્રેને તેની સીમાની 25 મીલ અંદર સુધી આવીને તેલ ડેપો પર હુમલો કર્યો છે. રશિયાનો આ દાવો એવા સમયે આવ્યો છે, જ્યારે એક્સપર્ટે કેટલાક દિવસ પહેલા કહ્યુ હતુ કે તે ખુદ પોતાના વિસ્તાર પર કેટલાક એટેક દેખાવા માટે કરાવી શકે છે અને યૂક્રેન પર આરોપ લગાવી શકે છે. રશિયન અધિકારી યાકેસ્લાવ ગ્લાડકોવે કહ્યુ કે યૂક્રેનના બે સૈન્ય હેલિકોપ્ટર દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે.

રશિયાએ કહ્યુ કે તેના બેલગોરોદ શહેરમાં બે યૂક્રેની હેલિકોપ્ટર ઘુસી આવ્યા હતા અને તેમણે s-8 રોકેટ્સ દ્વારા હુમલો કર્યો હતો. રશિયાનો દાવો જો સાચો છે તો બીજા વિશ્વયુદ્ધ બાદ આ પ્રથમ વખત છે જ્યારે રશિયામાં કોઇ દેશે એર સ્ટ્રાઇક કરી છે. યૂક્રેને જે તેલ ડેપો પર હુમલો કર્યો છે, તેનું સંચાલન રશિયાની સરકારી કંપની રોજનેફ્ટ કરે છે. આ હુમલામાં કંપનીના બે વર્કર ઘાયલ થયા છે, આ સિવાય આસપાસના ઘણા લોકોને ત્યાથી કાઢવામાં આવ્યા છે જેથી જાનમાલના નુકસાનને ઓછુ કરી શકાય. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે. યૂક્રેને અત્યાર સુધી રશિયાના આ દાવાને લઇને કોઇ રિએક્શન આપ્યુ નથી. જોકે, રશિયાના દાવા પર પશ્ચિમી દેશ સવાલ ઉઠાવી રહ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે યૂક્રેને રશિયન સેના પાસેથી બે વિસ્તારનો કબજો છોડાવવાની વાત કરી છે. યૂક્રેનનું કહેવુ છે કે તેને રણનીતિક રીતે મહત્વના સ્લોબોડા અને લુકાશિવકા ગામ પર કબજો જમાવી લીધો છે. આ ગામ રણનીતિક રીતે મહત્વના છે અને સપ્લાય રૂટની વચ્ચે આવે છે.
Tags
રશિયા

Related posts

કપરા સમયમાં સરકાર સતત રાજ્યોનો સહયોગ કરી રહી છે : પવાર

editor

यूक्रेन : रूसी सेना ने नष्ट कर दिए अपने स्वयं के उपकरण, जानिए क्या है सच?

aapnugujarat

On The Instructions Of CM Yogi Adityanath, A Special Campaign For Women’s Safety From Ten, Constables Will Be Posted At Beat Level

aapnugujarat

Leave a Comment

UA-96247877-1