Aapnu Gujarat
ગુજરાત

પ્રાથમિક શિક્ષકોની બદલી ને લઈને સરકારે નવા નિયમો જાહેર કર્યા બાદ શિક્ષકોની બદલીના પરિપત્રો અટવાયા

પ્રાથમિક શિક્ષકોની બદલી ને લઈને સરકારે નવા નિયમો જાહેર કર્યા બાદ શિક્ષકોની બદલી પરિપત્રનો પરિપત્ર જ નથી કરાયો પરિપત્રની રાહ જોવાઇ રહી છે. નવા નિયમો આવકારદાયક તો છે ત્યારે પરિપત્ર જાહેર નથી થયો ત્યારે આ મુદ્દે શિક્ષકો વધુ ચિંતિત થઈ રહ્યા છે.

બદલીના નવા નિયમોનો સત્વરે પરિપત્ર જલ્દી જાહેર કરાશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. મીડિયાએ આ પરિપત્રને લઈને પ્રશ્ન પૂછ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે આ ફાઇલ સામાન્ય વહીવટી વિભાગ માં મોકલી દીધી છે ત્યારે બંને વિભાગો એકબીજા સાથે સંકલનમાં હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પ ક્યારેય તે અંગે પણ તેમણે જણાવ્યું હતું કે, બધું થઈ જશે. જોકે 31 માર્ચ પહેલા અરસપરસની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે.

શિક્ષકોની બદલીના નિયમો ફેરબદલ ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના બે લાખ શિક્ષકો પોતાની બદલી ને લઇને આશાવાદી બન્યા હતા પરંતુ હજુ સુધી પરિપત્ર જારી કરવામાં નહોતો આવ્યો.

ક્યારે પરિપત્ર બહાર પડશે તેને લઈને કંઈ વાત હજુ સુધી નહોતી મળી પરંતુ તેના ઓર્ડરો લગભગ તૈયાર થઈ ગયા છે. તેવુ અગાઉ પણ વાઘાણીએ જણાવ્યું હતું.પરિપત્ર જાહેર થાય તેને લઈને શિક્ષકોએ માંગ કરી હતી પરિપત્ર જાહેર કરવા અંગે પણ અપીલ કરી હતી.

Related posts

ઘેર-ઘેર કચરો એકઠો કરવાની યોજનાના અમલમાં ધાંધિયા

aapnugujarat

‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ અંતર્ગત કલેકટર તુષાર સુમેરાની વિવિધ ગામોની મુલાકાત

editor

દેશની છબી ખરડવા બદલ કોંગ્રેસ લોકોની માફી માંગે : ગજેન્દ્રસિંહ શેખાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1