Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા ખાતે રાખી મેળાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા

સમગ્ર રાજ્યવ્યાપી મહિલા સશક્તિકરણ પખવાડીયુ ઉજવણીના કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલામાં સરદાર ટાઉન હોલના પ્રાંગણમાં આજે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામા, રાજ્ય બાળ સુરક્ષા આયોગનાં ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા આંકડા અધિકારીશ્રી આર.આર.ભાભોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-મિશન મંગલમના શ્રીમતી ભાવનાબેન વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા રાખી મેળાને ખુલ્લો મુકાયો હતો. વિવિધ સખીમંડળ દ્વારા ઉભા કરાયેલા રાખડીના સ્ટોલ્સને ઉપસ્થિત મહાનુભાવોએ રીબન કાપીને ખુલ્લા મૂક્યાં હતા. જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ દરેક સ્ટોલ્સની મુલાકાત લઇ સખીમંડળની સંચાલિકા બહેનો સાથે વાર્તાલાપ કરી જાત માહિતી મેળવી હતી. રાખડી બનાવવાની રીત, પડતર કિંમત અને તેમાંથી થતી આવક અંગે જરૂરી માહિતી પણ તેમણે મેળવી હતી. નર્મદા જિલ્લાની જનતાને રાખી મેળાના આ સ્ટોલ્સ પરથી રાખડી ખરીદીને સખી મંડળને પ્રોત્સાહન આપવા ખાસ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સખી મંડળની સંચાલિકા બહેનોએ શ્રી નિનામાને રાખડી બાંધી હતી. જયારે શ્રી નિનામાએ સખીમંડળો ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નિપાબેન પટેલ, વિવિધ સખી મંડળની સંચાલિકા બહેનો, મહિલા અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

સાબરકાંઠા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન

editor

રાજયના પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી ઉપર સોમવારે ચુકાદો આવી શકે

aapnugujarat

જામીન પર છૂટેલો વિસ્મય શાહ પત્ની સાથે દારૂની મહેફિલ માણતો ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1