Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : કૉંગ્રેસે શું કર્યું મુસ્લિમો માટે : વૉશિંગ્ટન વંશપરંપરાગત રાજા કે તાનાશાહ ઈચ્છતા નહોતા :

કૉંગ્રેસે શું કર્યું મુસ્લિમો માટે :
કૉંગ્રેસે મુસ્લિમો માટે શું કર્યું છે ? મુસ્લિમો હંમેશા વિચારતા હશે કે કૉંગ્રેસે ૧૯૪૭ના તોફાનો સમયે તેમના પ્રાણ બચાવ્યા. વાસ્તવમાં આ વાત સાવ ખોટી છે કારણ ક કૉંગ્રેસીઓ મુસ્લિમોન આશરો આપવાના બદલ પોતાના ગુંડાતત્વોને મુસ્લિમોને ડરાવવા માટે ઉશ્કેર્યા. તેના કારણે તોફાનો વધ્યા. કૉંગ્રેસ ઈચ્છતી હતી ક મુસ્લિમો એવું માનતા થઈ જાય કે તેના સિવાય બીજું કોઈ એમનું રક્ષણ કરી શકે તેમ નથી. નહેરૂની નીતિઓ છેતરામણી છે. મુસ્લિમો પસ્તાશે. કૉંગ્રેસ કહે છે કે એમની સરકાર બધાં ધર્મોને બરાબર માને છે એ વાત પુર્ણતઃ સત્ય છે કારણ કે બધાં ધર્મોને બરાબર માનવાની વ્યવસ્થા બંધારણે જ કરી છે. કૉંગ્રેસે તમને કંઈ જ આપ્યું નથી.
(મુસ્લિમોની સભા, મુંબઈ, ૨૨ ડિસેમ્બર, ૧૯૫૧)
વૉશિંગ્ટન વંશપરંપરાગત રાજા કે તાનાશાહ ઈચ્છતા નહોતા :
અમેરિકનો માટે વૉશિંગ્ટન ભગવાન જેવા હતા. બંધારણ બન્યા પછી એમને અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ બનાવાયા. એમનો કાર્યકાળ પૂરો થયા પછી શું થયું ? એમણે બીજીવાર ચૂંટણી લડવાની સ્પષ્ટ ના પાડી દીધી. મને જરાય શંકા નથી કે વૉશિંગ્ટન એક પછી એક દસ વખત પણ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડ્યા હોત તો બિનહરીફ જીતી જાત પરંતુ એમણે બીજીવાર ચૂંટણી લડવાની ના પાડી દીધી. એમને એનું કારણ પૂછ્યું તો એમણે કહ્યું, ‘મારાં પ્રિય લોકો જેના માટે આ બંધારણ બનાવ્યું છે એ લક્ષ્યન ભૂલી ગયા ? આ બંધારણ આપણે એટલા માટે બનાવ્યું કે (આપણે વંશપરંપરાગત રાજાશાહી નહોતા ઈચ્છતા. આપણે એક વંશપરંપરાગત રાજા કે તાનાશાહ ઈચ્છતા નહોતા.) ઈંગ્લેન્ડના રાજાને છોડ્યા પછી તમે આ દેશમાં આવીને દર વર્ષે મારી પૂજા કરશો તો તમારાં સિદ્ધાંતોનું શું થશે ? વૉશિંગ્ટન બંધારણની પરંપરાને વફાદાર હતા. લોકોના અતિઆગ્રહ પછી ફરી એકવાર ચૂંટણી લડવા તૈયાર થયા પરંતુ ત્રીજીવાર તેમની પાસ ગયા તો એમણે સ્પષ્ટ ના પાડી દીધી. બંધારણ અને લોકશાહીનું રક્ષણ આવી રીતે થાય છે.
(પૂના જીલ્લા વિશે પુસ્તકાલય, પૂના. ૨૨, ડિસેમ્બર ૧૯૫૨)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

भारत को मिले ‘वीटो’ का अधिकार

editor

જન્માષ્ટમી : શ્રીકૃષ્ણની લીલા સમજવા જેવી

aapnugujarat

અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીથી સ્ટ્રકચરલ હૃદય રોગની સારવાર કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1