Aapnu Gujarat
રાષ્ટ્રીય

કિસાન સન્માન નિધિ યોજનાનો બદલાયો નિયમ

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને વર્ષના ૬ હજાર રૂપિયા મળે છે. સરકાર આ રકમ ત્રણ હપ્તામાં ટ્રાંસફર કરે છે. સરકાર ૧૦ માં હપ્તાની રકમ જલ્દી જ જમા કરશે. આ યોજનાથી લાખો ખેડૂતોને આર્થિક સહાય મળી રહી છે જે તેમના ખેતી કાર્યમાં મદદરૂપ થાય છે. આ યોજના નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ આપવા માટે ૦૧-૧૨-૨૦૧૮થી આમલમાં આવી છે. ખેતી લાયક જમીન ધરાવતા તમામ નાના અને સીમાંત ખાતા ધરાવતા ખેડૂતોને સહાય રૂપ થવાના હેતુથી સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને સામગ્રીની ખરીદી માટે નાણાંકીય જરૂરીયાત તેમજ તેઓના પાક સંરક્ષણ કરી શકે અને પૂરતા ઉત્પાદન મારફતે સુનિશ્ચિત આવક મેળવી શકે. આ યોજના માટે ભારત સરકારે પાત્રતા નક્કી કરેલ છે. આ યોજનાનો લાભ વર્તમાન અને ભૂતપૂર્વ તમામ પ્રકારના બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિઓને મળશે નહીં. હાલમાં કે ભૂતકાળમાં મંત્રી/રાજ્યકક્ષાના મંત્રીઓ, લોકસભા, રાજ્યસભા કે વિધાનસભા કે જિલ્લા પંચાયતના અધ્યક્ષ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો, કચેરીઓ, મંત્રાલયો કે તેમના ક્ષેત્રીય કચેરીમાં સેવા કાર્યરત કે નિવૃત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો ૧૦મો હપ્તો જલ્દી જ આવવાનો છે ત્યારે આ દરમિયાન કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે. સરકારે છેતરપિંડીને રોકવા આ પગલું ભર્યું છે. છેલ્લા દિવસોમાં અનેક રાજ્યોમાં કિસાન સન્માન નિધિમાં છેતરપિંડીની ઘટનાઓ સામે આવી હતી. જે બાદ સરકારે આ છેતરપિંડીને રોકવા માટે રાશનકાર્ડ ફરજીયાત કર્યું છે. યોજના અંતર્ગત હવે નવા રજીસ્ટ્રેશન દરમિયાન રાશનકાર્ડ નંબર આપવા ફરજીયાત હશે. જાે તમે કિસાન સન્માન નિધિ માટે એપ્લાય કરવા ઈચ્છો છો તો તમારા પાસે રાશનકાર્ડ હોવું જરૂરી છે. નિયમ મુજબ રાશનકાર્ડમાં નોંધાયેલ પતિ, પત્ની અથવા તે પરિવારના કોઈ એક સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે. આ સિવાય ડોક્યૂમેન્ટની સોફ્ટ કોપી બનાવી વેબસાઈટ પર અપલોડ કરવી પડશે. સરકારે નિયમને સરળ બનાવા માટે જમીનનું ખાતા-ખસરા(જમીન રેકોર્ડ), આધાર કાર્ડ, બેંક પાસબુક અને જાહેરાતપત્રની હાર્ડકોપીને ભેગા કરવાની મથામણ ખતમ કરી દીધી છે. હવે ખેડૂતોને માત્ર ડોક્યૂમેન્ટ્‌સની પીડીએફ ફાઈલ બનાવી પોર્ટલ પર અપલોડ કરવી પડશે. સરકારનું કહેવું છે.

Related posts

પત્નીએ પતિ પાસે ઘર ખર્ચ માટે પૈસા માંગ્યા તો તલાક આપ્યા

aapnugujarat

ભાજપ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ઈડીના દરોડાની ગંદી રમત રમી રહી છે : મમતા

aapnugujarat

बच्चों की मौत के सवाल पर मीडिया पर भड़क गए नीतीश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1