Aapnu Gujarat
રાષ્ટ્રીય

પત્નીએ પતિ પાસે ઘર ખર્ચ માટે પૈસા માંગ્યા તો તલાક આપ્યા

ટ્રિપલ તલાક પર રાજ્યસભામાં ઘમાસાણ ચાલી રહ્યું છે તેવામાં વધુ એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગાઝિયાબાદમાં એક પત્નીએ પોતાના પતિ પાસે ઘર ખર્ચ માટેના રૂપીયા માંગ્યા હતા. પોતાની પત્નીએ ઘર ખર્ચ માટે પૈસા માંગ્યા હોવાની અતિ સામાન્ય બાબત પર પતિએ પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા છે. ઘરખર્ચ માટે પૈસા માંગવા એ પત્નીને ખૂબ મોંઘા પડ્યા. પત્નીએ પોતાને ન્યાય મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે.
પતિએ પોતાની પત્નીને પહેલા ખૂબ માર માર્યો અને બાદમાં પંચાયતમાં જઈને ત્રણ વખત તલાક… તલાક… તલાક… બોલીને તલાક આપી દીધા. પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પીડિતાના પતિની ધરપકડ તરી દીધી છે. મસૂરી પોલીસ સ્ટેશનના ડાસના સ્થિત આફતાબ કોલોનીમાં રહેતી રુખસારે મંગળવારના રોજ સવારે પતિ અસલમ પાસે ઘર ખર્ચ માટે પૈસા માંગ્યા હતા. પત્નીએ પૈસાની માંગણી કરતા જ પતિએ રુખસાર સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધુ હતું.
પોતાની સાથે પતિએ મારપીટ કરી હોવાનું જ્યારે રુખસારે તેના પિયરમાં જણાવ્યું ત્યારે તેઓ તાત્કાલિક ધોરણે પોતાની દીકરીના ઘરે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આ મામલો પંચાયતની બેઠકમાં લઈ જવામાં આવ્યો. પંચાયતે આ મામલાને સરળતાથી પતાવવા માટે કોશિશ કરી પરંતુ પતિએ પંચાયતની હાજરીમાં જ પોતાની પત્નીને ત્રણ વખત તલાક… તલાક… તલાક… બોલીને તલાક આપી દીધા.
પંચાયતમાં મહિલાને ત્રણ તલાક આપવાની સૂચના મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્રણ તલાક મળ્યા બાદ પીડિતા રુખસારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાય અને ત્રણ તલાકની પ્રથાનો જડ-મૂળમાંથી અંત લાવવા માટે આજીજી કરી છે.

Related posts

કોલકત્તા પુલ ઘટના : ૨૧ લોકો સારવાર હેઠળ

aapnugujarat

આઝમગઢમાં મુલાયમ જેવા દેખાવ માટે અખિલેશ તૈયાર

aapnugujarat

જાકિર નાઇક સામે ટૂંકમાં ચાર્જશીટ દાખલ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1