Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્‍લામાં આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણીની સાથે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો થનારો પ્રારંભ

પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આજે તા. ૧ લી થી તા. ૧૪ મી ઓગષ્‍ટ, ૨૦૧૭ દરમિયાન મહિલા સશકિતકરણ પખવાડીયાની હાથ ધરાનારી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્‍લામાં પણ જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહના માર્ગદર્શન હેઠળ તા. ૧ લી ઓગષ્ટ, ૨૦૧૭ ને મંગળવારના રોજ સવારે ૧૦=૩૦ કલાકે ધાબા ગ્રાઉન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, રાજપીપલા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણીની સાથે જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થશે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. રણજીતકુમાર સિંહ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંગતકુમાર મંડોત અને જિલ્લા આંકડા અધિકારીશ્રી ભાભોર સહિત જિલ્લાના અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાના અધ્યક્ષપદે મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણીના આયોજન અંગે યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી નિનામાએ આ ઉજવણીની રોજબરોજની સૂચિ મુજબના જે તે દિવસોમાં ઉજવણી સંદર્ભના વિવિધ કાર્યક્રમો માટે સંબંધિત અધિકારીશ્રીઓને સોંપાયેલી ફરજો-જવાબદારીઓ સુપેરે અદા કરી આ ઉજવણી સફળતાપૂર્વક પાર પડે તેની ખાસ કાળજી રાખવાની સૂચના આપી હતી.

મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીના બીજે દિવસે તા. ૨ જી એ બેટી બચાવો-બેટી પઢાઓ, તા. ૩ જીએ મહિલા સ્‍વાવલંબન દિવસ, તા. ૪ થી એ મહિલા ખેડૂત દિવસ, તા. ૫ મીએ મહિલા આરોગ્‍ય દિવસ, તા. ૬ ઠ્ઠીએ મહિલા કૃષિ દિવસ, તા. ૭ મી એ મહિલા શિક્ષણ દિવસ, તા. ૮ મીએ મહિલા સ્‍વચ્‍છતા જાગૃત્‍તિ દિવસ, તા. ૯ મીએ મહિલા કલ્‍યાણ દિવસ, તા. ૧૦ મી એ મહિલા બાળ પોષણ જાગૃત્‍તિ દિવસ, તા. ૧૧ મીએ મહિલા કર્મયોગી દિવસ, તા. ૧૨ મીએ મહિલા અને કાનૂની જાગૃત્‍તિ દિવસ, તા. ૧૩ મી એ શ્રમજીવી મહિલા દિવસ અને તા. ૧૪ મીએ મહિલા શારિરિક સૌષ્‍ઠવ દિવસની ઉજવણી સાથે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનું સમાપન કરાશે.

આ પખવાડીયાની ઉજવણી દરમિયાન રાજ્યકક્ષાએથી નિયત કરાયેલી થીમ મુજબ શહેર-જિલ્લા અને તાલુકા કક્ષાએથી પણ ઉક્ત દર્શાવ્યા મુજબના કાર્યક્રમો યોજાશે. જિલ્લા પોલીસ, જિલ્લા સમાજ સુરક્ષા,  આઇસીડીએસ, આરોગ્‍ય, શિક્ષણ, ગ્રામ વિકાસ એજન્‍સી, જિલ્લા રોજગાર, માહિતી વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દહેજ પ્રતિબંધક વિભાગ, જિલ્લા રમત-ગમત વિભાગ, કૃષિ, આત્મા, પશુપાલન, બાગાયત, સહકારી મંડળીઓ-જિલ્લા રજીસ્ટ્રારશ્રી, પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, લીડ બેન્ક, બાળ સુરક્ષા અધિકારી, પ્રાયોજના વહિવટદાર, આઇટીઆઇ વગેરે જેવા વિભાગોના સુવ્યવસ્થિત અને સુચારા સંકલન થકી ઉક્ત વિવિધ કાર્યક્રમોનું આયોજન ઘડી કઢાયું છે.

Related posts

ઈન્ડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબના ટ્રસ્ટી મહેન્દ્ર ચૌહાણનો જન્મદિન ઉજવાયો

editor

અમ્યુકો બજેટ : જંત્રી આધારિત ટેકસ રાહત પાછી ખેંચી લેવાઇ : નવા પશ્ચિમ ઝોનના કરદાતાઓમાં રોષની લાગણી

aapnugujarat

કાજલી માર્કેટીંગ યાર્ડમાં ચણાની મબલક આવકરાજ્ય સરકારની ગાઈડ લાઈન મુબજ ચણાની રૂા.૯૭૫ ના ટેકાના ભાવે ખરીદી

editor

Leave a Comment

UA-96247877-1