Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારમાં ‘જયશ્રી રામ’ બોલનાર જેડીયુના મુસ્લિમ નેતા ખુર્શીદ ઉર્ફે ફિરોઝ અહમદ સામે ફતવો

બિહાર વિધાનસભા પરિસરમાં ‘જયશ્રી રામ’નો નારો લગાવનારા જેડીયુના મુસ્લિમ નેતા ખુર્શીદ ઉર્ફે ફિરોઝ અહમદ સામે ઇમારત-એ-શરિયાએ ફતવો બહાર પાડ્યો છે.
મુફ્તી સોહેલ અહમેદ કાસમીએ ફતવો બહાર પાડીને તેને ઈસ્લામમાં વિશ્વાસ ન ધરાવતો ગણાવ્યો છે. જો કે આ વિવાદે તુલ પકડતાં જેડીયુ નેતા ફિરોઝ અહમદે માફી માગી છે.
ફતવો જાહેર થયા બાદ મંત્રી ફિરોઝે કહ્યું, મેં ક્યા ઇરાદાથી જયશ્રી રામનો નારો લગાવ્યો તે ભગવાન જ જાણે છે. હું કોણ છું તે મારું કામ જ બતાવશે. હું ઇમારત-એ-શરિયાનો આદર કરું છું પરંતુ ફતવો જાહેર કરતાં પહેલાં મારા ઈરાદા શું છે તે જાણવું હતું. હું શું કામ ગભરાઉં? બિહારના વિકાસ માટે હું એક નહીં અનેક વખત જયશ્રી રામ બોલીશ.નીતિશના નવા કેબિનેટમાં ફિરોઝને લઘુમતી મંત્રાલય મળ્યું છે. ફિરોઝે તેના હાથમાં બાંધેલુ રક્ષાસૂત્ર દર્શાવતા કહ્યું હતું કે, ધર્મ આત્મામાં હોય છે, મેં લગભગ તમામ ધાર્મિક સ્થળો પર માથું ટેકવ્યું છે. હું તમામ ધર્મોની પૂજા કરું છું. હું રામની પૂજા કરું છું અને રહીમને પણ માનું છું.તેણે એમ પણ કહ્યું હતું કે, ધર્મ આસ્થાનું પ્રતીક છે અને કોઈપણ ધર્મમાં જનહિત, રાજ્યહિત અને દેશહિતની વાત કહેવામાં આવી છે.
જેડીયુ નેતા ફિરોઝ અહમદના મોઢામાંથી જયશ્રી રામનો નારો સાંભળીને બીજેપી સમર્થકો ઘણા ખુશ થયા હતા.ઈમારત-એ-શરિયા દ્વારા મંત્રી ખુર્શીદના નિકાને પણ ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. જેના પર તેમણે કહ્યું કે, મેં મારી પત્નીને તલાક આપ્યા નથી કે તેણે પણ મારી પાસેથી તલાક લીધા નથી ત્યારે મારા નિકાહ કેવી રીતે તૂટી શકે છે.

Related posts

सेना : वीरता पुरस्कार विजेता को अब दोगुनी रकम

aapnugujarat

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૮૬ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

સરકાર એરફોર્સની કાર્યવાહીનો રાજકીય લાભ ખાટવા માંગે છે : મેહબૂબા મુફ્તી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1