Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહ અને યોગી આદિત્યનાથે બીજેપી વર્કરના ઘરે ભોજન લીધું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસ માટે લખનઉમાં છે. શાહે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી મિશન યાદવ પ્લાન અંગે ચર્ચા કરી. આ અંતર્ગત રવિવારે અમિત શાહ સોનુ યાદવ નામના ભાજપના વર્કરને ત્યાં બપોરનું ભોજન લેવા પહોંચ્યા હતા. જયાં તેઓની સાથે સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય પણ હતા.
શાહ સાયન્ટિકફિક સેન્ટરમાં ઈન્ટેલેક્ચ્યુલ કલાસની સાથે બેઠક કરી. શનિવારે શાહ લખનઉં પહોંચ્તાની સાથે જ સપા-બસપાના ૩ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. એવી ચર્ચા છે કે તમામ એમએલસી ૩૧ જુલાઈનાં રોજ ભાજપ જોઈન કરશે. અમિત શાહે શનિવારે ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી, જેમાં મિશન યાદવ અંગે લોકોને અવગત કરાયા હતા. દલિતોની વચ્ચે પહેલાંથી જ કામ કરી રહેલાં ભાજપના કાર્યકર્તાઓને શાહે, યાદવ વોટર્સની વચ્ચે પણ મજબૂત પકડ બનાવવાનું કહ્યું છે.ભાજપ પછાત જાતિઓમાં બિન યાદવ વોટ મેળવવામાં પહેલાં જ મજબૂતી હાંસલ કરી છે. શાહ હવે યાદવ વોટર્સની વચ્ચે પણ ભાજપને મજબૂત બનાવવા માગે છે.
રવિવારે ભાજપના કાર્યકર્તા સોનુ યાદવના ઘરે ભોજનના પ્લાનને પણ મિશન યાદવ અંતર્ગત જોવામાં આવે છે.ભાજપના પ્રદેશ પ્રવકતા શલભ મણી ત્રિપાઠીએ જણાવ્યું કે રવિવારે શાહે પ્રબુદ્ધ વર્ગના સંમેલન ભાગ લીધો. જે બાદ ભાજપના પ્રદેશ મહાસચિવ અને ધારાસભ્ય પંકજ સિંહે ખાસ તૈયારી કરી છે. સમગ્ર મહાનગરમાં સંમેલનને લઈને હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે.આ પહેલાં શાહ ભાજપ ઓફિસમાં જ સંગઠન સાથે જોડાયેલી મીટિંગ કરી.
બીજેપી અધ્યક્ષ અમિત શાહ ત્રણ દિવસની લખનઉની મુલાકાતે ગયા છે. આ દરમિયાન તેઓ યુપીમાં પાર્ટીના કાર્યકર્તાઓ, બાય ઈલેક્શન અને સંગઠન વિસ્તાર વિશે પદાધિકારી સાથે ચર્ચા કરશે. યોગી આદિત્યનાથ, ડેપ્યૂટી સીએમ કેશવ મોર્ય અને દિનેશ શર્માની વિધાનસભા ચૂંટણી લડવા માટે સીટનું સિલેકેશન કરશે.
રવિવારે સંગઠનના વિસ્તાર પર રણનીતિ કરવામાં આવશે. રાત્રે ૮ વાગે મુખ્યમંત્રીના ઘરેથી મીડિયા સાથે વાત કરશે. અમિત શાહ ૩૧ જુલાઈના રોજ દિલ્હી રવાના થશે.

Related posts

પાકે લશ્કરી સ્થળોને ટાર્ગેટ કરવા પ્રયાસ કર્યા છે : ભારત

aapnugujarat

FPIદ્વારા ઇક્વિટીમાં ૮૪૦૦ કરોડનું રોકાણ કરાયું

aapnugujarat

મોનિટરી પોલિસી કમિટિની બેઠક શરૂ : આજે નિર્ણય થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1