Aapnu Gujarat
ગુજરાત

૪૦૦ કરોડના રોકાણ સાથે ૧૦ પ્લાસ્ટીક પાર્ક સ્થપાશે

કેન્દ્ર સરકાર રૂ.૪૦૦ કરોડના જંગી રોકાણ સાથે ૧૦ નવા પ્લાસ્ટિક પાર્કસની સ્થાપના કરશે. જેને પગલે પ્લાસ્ટિકના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે તો સાથે સાથે ભારતમાં પ્લાસ્ટિકની વધતી જતી માંગ પણ સંતોષાશે. ભારતીય પેટ્રોકેમીકલ્સ ઉદ્યોગ બજારની માંગ અને વૃધ્ધિના સંબંધમાં મોટી ખાતરી આપે છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સમાપન થયેલા છઠ્ઠા પેટ્રોલિયમ કોન્કલેવમાં પેટ્રોકેમીકલ્સ ઉદ્યોગ સંબંધી અનેક મહત્વની જાણકારી સામે આવી હતી. કેન્દ્ર સરકાર દેશમાં જયાં પ્લાસ્ટિક પાર્ક્સ સ્થાપવાની છે, તેમાં મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ અને તમિલનાડુ એમ ચાર રાજયોમાં આ પ્રોજેકટ અમલીકરણ હેઠળ છે, જયારે બાકીના છ પ્લાસ્ટિક પાર્કસ ઝારખંડ, છતીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં આકાર લેશે. આમ, દેશમાં કુલ ૧૦ પ્લાસ્ટિક પાર્કસ સ્થપાશે. આ પેટ્રોલિયમ કલસ્ટર્સ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પોલીમર્સ, પ્લાસ્ટીક્સ અને સ્પેશ્યાલિટી કેમીકલ્સની વધી રહેલી માંગને પહોંચી વળવામાં મદદરૂપ બનશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગઇકાલે છઠ્ઠા પેટ્રોકેમીકલ્સ કોન્કલેવને ખુલ્લું મૂકતાં કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતો(સ્વતંત્ર હવાલો)ના રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતમાં પીઇટી અને સ્પેશ્યાલિટી કેમીકલ્સની વધતી જતી માંગને જોતાં હવેના સમયમાં પેટ્રોકેમીકલ્સ કલસ્ટર્સને સ્થાપવાની જાહેરાત કરી હતી. પેટ્રોકેમીકલ્સ કોન્કલેવના આંખે ઉડીને વળગે તેવા મુદ્દાઓમાં વૈશ્વિક પેટ્રોકેમીકલ્સ ઉદ્યોગનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. અત્યારે સમગ્ર વિશ્વમાં રસાયણ અને પેટ્રોકેમીકલ્સની માંગ આશરે ૫૯૦ મિલિયન મેટ્રિક ટન(એમએમટી) છે અને વર્ષ ૨૦૨૦ સુધીમાં આ માંગ ૭૦૦ એમએમટી થવાની શકયતા છે. ચીન આ માંગમાં લગભગ ૪૦ ટકા પ્રદાન કરશે, જયારે એશિયાના બાકીના દેશો ૧૫થી ૧૬ ટકાનો હિસ્સો ધરાવશે. અત્યારે પેટ્રોકેમીકલ્સનો વૈશ્વિક વપરાશ અંદાજે વાર્ષિક ૫૯૦ એમએમટી છે, જેમાં પ્લાસ્ટિક વાર્ષિક ૨૬૦ એમએમટી માંગ સામેલ છે. પેટ્રોકેમીકલ્સનો વૈશ્વિક માથાદીઠ વપરાશ આશરે ૭૮કિલોગ્રામ છે અને પોલીમર્સનો સરેરાશ વૈશ્વિક માથાદીઠ વપરાશ આશરે ૩૫ કિલોગ્રામ છે. વિશ્વની સરખાણીએ ભારતમાં માથાદીઠ પ્લાસ્ટીકનો વપરાશ ૧૦ કિલોનો છે એ જ પ્રકારે પોલીમર્સનો સરેરાશ સ્થાનિક માથાદીઠ વપરાશ ૧૦ કિલોગ્રામ છે. ભારતમાં અત્યારે પેટ્રોકેમીકલ્સના બજારનું મૂલ્ય અંદાજે ૫૦ અબજ ડોલર છે. પોલીમરની માંગમાં વૃધ્ધિને પગલે આ માંગ વર્ષે ૯ ટકાના દરે વધીને વપરાશમાં નાણાંકીય વર્ષ ૧૦૨૯-૨૦૨૦માં ૪૦ એમએમટી અને આવકમાં ૬૫થી ૭૦ અબજ ડોલર થવાની સંભાવના છે. ઔદ્યોગિક પેકેજીંગ અને ઘરગથ્થુ પ્લાસ્ટિક ઉત્પાદનોમાં ઉપયોગી પોલીઓફિન્સની માંગ હાલ ૧૦ એમએણટી છે, જે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૨૨ એમએમટી સુધી પહોંચે તેમ છે. ભારતમાં આગામી દાયકામાં પેટ્રોકેમીકલ્સ બજાર જીડીપીમાંથી દોઢ ગણા સીએજીઆર પર વૃધ્ધિ પામશે. આ રીતે રસાયણો અને પેટ્રોકેમીકલ્સની આયાતનું વર્તમાન સ્તર અંદાજે ૧૦ એમએમટી છે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૪૬ એમએમટી પહોંચવાની શકયતા છે. છઠ્ઠા પેટ્રોકેમીકલ્સ કોન્કલેવમાં કેન્દ્રના રાજયકક્ષાના રસાયણ અને ખાતર બાબતોના મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય પેટ્રોકેમીકલ્સ વિભાગના સચિવ રાજીવ કપૂર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંઘ સહિતના મહાનુભાવો સહિત વિશ્વની ૭૦થી વધુ કંપનીઓ અને દેશ-વિદેશના ૮૦૦થી વધુ ડેલીગેટ્‌સ જોડાયા હતા.કોન્કલેવમાં પેટ્રોકેમીલ્સ વિઝન-૨૦૩૦ના શ્વેતપત્રને સાકાર કરવાની દિશામાં મહત્વની કવાયત હાથ ધરાઇ હતી.

Related posts

બહેરામપુરામાં વૃક્ષારોપણ અને ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન

aapnugujarat

સાબરકાંઠામાં બે વર્ષમાં ૯૮ ચેકડેમ બની ગયા છે : રમણભાઈ પાટકર

aapnugujarat

હિંમતનગર સિવિલની બેદરકારી આવી સામે

editor

Leave a Comment

UA-96247877-1