Aapnu Gujarat
ગુજરાત

બહેરામપુરામાં વૃક્ષારોપણ અને ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન

શહેરનાં બહેરામપુરા વિસ્તારમાં આવેલી મ્યુનિ. શાળા ૧૧માં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશ તેમજ લાયન્સ ક્લબ બ્રિલિયન્સ દ્વારા આયોજિત વૃક્ષારોપણ અને ફ્રી મેડીકલ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સ્થાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેડીકલ ચેકઅપ કાર્યક્રમમાં લોકોએ આંખોની તપાસ, ડાયાબીટીસ, બી.પી. સહિતનાં રોગોનું ફ્રી નિદાન કરાવ્યું હતું.
કાર્યક્રમમાં સાંસદ કિરીટ સોલંકી (અમદાવાદ પશ્ચિમ), ભુષણ ભટ્ટ (પૂર્વ ધારાસભ્ય), રાજેશકુમાર જા (રાષ્ટ્રીય અધ્યક્ષ, સેલ્યુટ તિરંગા, રાષ્ટ્રીય પ્રવક્તા ભાજપ કિસાન મોર્ચા), વિનોદભાઈ સોલંકી (ચેરમેન કોરકમિટિ સેલ્યુટ તિરંગા), દિનેશભાઈ મકવાણા (ડેપ્યુટી મેયર), ધીરેન્દ્રસિંહ તોમર (ચેરમેન અમદાવાદ મ્યુનિ. સ્કુલ બોર્ડ), સવિતાબેન શ્રીમાળી (ચેરપર્સન, અમદાવાદ મ્યુનિ. સ્કૂલબોર્ડ), હસમુખ સોની (ચેરમેન, ગુજરાત આયુર્વેદ બોર્ડ ગુજરાત સરકાર), નિશા ત્રિવેદી લાયન્સ એડીશનલ કેબીનેટ સેક્રેટરી), ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય (ડાયરેક્ટર તપન હોસ્પિટલ), દેવેન વર્મા (તંત્રી, આપણું ગુજરાત દૈનિક), સી.બી.ટંડેલ (પોલીસ ઈન્સ્પેક્ટર, ગોમતીપુર), વી.આર.વસાવા (પોલીસ ઈન્સ્પેક્ટર, દાણીલીમડા) સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશ શ્રીમાળી (સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ), ડૉ. સતીષ યાદવ (ઉપાધ્યક્ષ) , મનોજકુમાર સોની (યુવા અધ્યક્ષ), પુજાબેન ગેલાણી (પ્રભારી), નાથુસિંહ વણઝારા (પ્રદેશ મહામંત્રી), મહેશ સોની (શહેર અધ્યક્ષ) , મેઘનાબેન પટેલ (શહેર મહિલા અધ્યક્ષ) જહેમત ઉઠાવી હતી.

Related posts

નવનિયુક્ત ભાજપ પ્રમુખ સીઆર પાટિલ હવે ઉત્તર ગુજરાત જશે

editor

ગુજરાતના ચાર રેલવે સ્ટેશનની છત પર સોલાર પેનલ

aapnugujarat

ચાલુ વર્ષનો ઉનાળો વધુ ગરમ રહેવાની શકયતા

editor

Leave a Comment

UA-96247877-1