Aapnu Gujarat
ગુજરાત

ચાલુ વર્ષનો ઉનાળો વધુ ગરમ રહેવાની શકયતા

રાજ્યમાં ગરમીમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે. જેને પગલે નાગરીકો ગરમી અનુભવી રહ્યાં છે. જો કે આ વર્ષે વધુ ગરમી પડવાનાં એંધાણો જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષનો ઉનાળો વધુ ગરમ રહેવાની શકયતાઓ છે.
જો મહાનગરોનાં તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રી, ગાંધીનગરમાં મહત્તમ તાપમાન ૪૧.૦ ડિગ્રી, વડોદરામાં ૪૦.૭ ડિગ્રી તાપમાન, સુરતમાં ૩૮.૨ તાપમાન, રાજકોટમાં ૪૧.૫ તાપમાન, ભાવનગરમાં ૩૯.૧ તાપમાન અને ભુજમાં મહત્તમ ૩૯.૦ ડિગ્રી તાપમાન નોંધાયું.
ઉલ્લેખનીય છે કે, જે રીતે શિયાળામાં ઠંડીએ ઝોર પકડ્યું હતુ તેવી જ રીતે હવે ઉનાળાની શરૂઆત થવાની સાથે જ ગરમીમાં વધારો થઇ રહ્યો છે. તાપમાનમાં વધારો થતા બપોરનાં સમયે રસ્તાઓ પર આકાશમાંથી જાણે અગનવર્ષા ન થતી હોય તેવુ લાગી રહ્યું છે. ગરમીનાં કારણે ખાસ કરીને બપોરનાં સમયે રસ્તાઓ સુના દેખાતા હોય છે. જો કે આ હજુ શરૂઆત છે. આવનારા દિવસોમાં હજી વધુ ગરમી પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

Related posts

‘મને હાંસિયામાં ધકેલ્યો, નબળું નેતૃત્વ ચૂંટણી ન જીતાડી શકે’ અલ્પેશ ઠાકોર

aapnugujarat

પાવીજેતપુર તાલુકાની પોલીસે લોક ડાઉન જાહેરનામાના ભંગ બદલ એક દિવસમાં ૧૫ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો..

editor

અંકલેશ્વર રેલવે સ્ટેશને ડાઉન ટ્રેક પર બાળક સાથે ટ્રેનની નીચે પડતું મુકી માતાનો આપઘાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1