Aapnu Gujarat
ગુજરાત

નવનિયુક્ત ભાજપ પ્રમુખ સીઆર પાટિલ હવે ઉત્તર ગુજરાત જશે

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટલિ હવે સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ આગામી ૩ સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતની મુલાકાત લેશે. ઉત્તર ગુજરાત પ્રવાસની શરૂઆત તેઓ અંબાજી માતાના દર્શન સાથે કરશે. પાટિલ આગેવાનો અને કાર્યકરોની સ્થિતિ પણ ચકાસશે. ગત વિધાનસભા ચૂંટણીમાં ૯૯ બેઠકો જીત્યા બાદ રૂપાણી સરકારની કામગીરી, આંતરિક વિખવાદ અંગેનો વિસ્તૃત અહેવાલ મેળવવાના છે. પાટિલ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના મત વિસ્તારોનો પણ પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન સીઆર પાટિલ ઉત્તર ગુજરાતના તમામ કાર્યકર્તાઓની મૂંઝવણ, ફરિયાદ અને રજુઆત સાંભળશે. ઉલ્લેખનીય છે કે, સીઆર પાટિલ પોતાની રણનિતિ મુજબ કામગીરી શરૂ કરી દીધી છે અને તેઓ સંગઠનમાં ધરમૂળથી બદલાવ લાવાવ માટે સક્રિય થયા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ૨૬ બેઠકો જીતવાનો તેમનો લક્ષ્યાંક છે.

Related posts

ડભોઇ નગરપાલિકાના મહેકમ, વાહન અને ડીસ્પેચ ઑફિસની હાલત કફોડી

editor

લાંભા પાસે ત્રિપલ અકસ્માત સર્જાતા ૩ લોકોના કરૂણ મોત

aapnugujarat

નંદાસણમાં શ્રી વીરમાયા બચત ધિરાણ અને ગ્રાહક ક્રેડિટ કો.ઓ.સોસાયટીનું ઉદ્‌ઘાટન

editor

Leave a Comment

UA-96247877-1