Aapnu Gujarat
શિક્ષણ

નીટનાં ગુજરાતી વિદ્યાર્થી માટે રાજ્ય સરકાર તાકીદે વટહુકમ લાવે

નીટ-૨૦૧૭ની પરીક્ષામાં બેઠેલા ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઇ હકારાત્મક નક્કર પગલાં નહી લેતાં મેડિકલમાં પ્રવેશ માટેની કારકિર્દી પર પાણી ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય બચાવવા ભાજપ સરકાર દ્વારા તાત્કાલિક વટહુકમ જારી કરવામાં આવે તેવી માંગણી કરી છે. જો સરકાર ગુજરાતી વિદ્યાર્થીઓના હિતમાં વટહુકમ લાવશે તો, કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ટેકો જાહેર કરશે એમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, નીટની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમને અલગ-અલગ પેપર કાઢીને સીબીએસઇ અને કેન્દ્ર સરકારે ભારોભાર અન્યાય કર્યો છે. આ ગુજરાતી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી સરકારે આ મામલે કોઇ હકારાત્મક નિર્ણય કર્યો નથી. કોંગ્રેસપક્ષ તરફથી પણ આ મામલે ગુજરાત સરકારને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી સરકારે કોઇ પગલાં લીધા નથી. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ વધુમાં ઉમેર્યું કે, જે રીતે મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા મેરિટલીસ્ટ જાહેર કરાયું તેમાં ગુજરાતી માધ્યમના માત્ર ૧૫ ટકા વિદ્યાર્થીઓનો જ એમબીબીએસના મેરિટલીસ્ટમાં સમાવેશ થયો હોવાનું જાણવા મળે છે. તેનો અર્થ એ થયો કે, છેલ્લા ૨૫ વર્ષમાં જે રીતે મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં સીબીએસઇ અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને ૧૦ ટકા જેટલી બેઠકો મળતી હતી અને આજે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માત્ર ૧૫ ટકા બેઠકો મળે તેવી દયનીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સંજોગોમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સપનું રોળાય નહી તે માટે તાત્કાલિક વટહુકમ લાવવા દોશીએ રાજય સરકાર સમક્ષ માંગણી કરી છે.

Related posts

ધો૨ણ-૧૨ સામાન્ય પ્રવાહના અભ્યાસક્રમમાં ફે૨ફા૨ થતા જુના અભ્યાસક્રમના અસફળ વિદ્યાર્થીઓ માટે આગામી દિવાળી વેકેશન દ૨મિયાન ખાસ ૫રીક્ષા લેવાશે

aapnugujarat

ગુજરાતની મુલાકાતે આવેલા WHOના વડા ડૉ. ટેડ્રોસને નવી ઓળખ મળી, વડાપ્રધાન મોદીએ આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’, હાજર સૌ હસી પડ્યા

aapnugujarat

૪૦૦ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા મજબૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1