Aapnu Gujarat
ગુજરાત

લીંબડી જુની તાલુકા પંચાયત કચેરી ખાતે ઈશ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

સરકાર દ્વારા જનહિત માટે અલગ-અલગ પ્રકારના પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે જેમાં શહેરોથી લઈને ગ્રામ્ય સ્તરે સુધી લોકોને સુવિધાઓ ઉપલબ્ધ થય શકે છે ત્યારે હાલ સરકાર દ્વારા અસંગઠિત શ્રેત્રના કામદારોને ધ્યાને રાખીને ઈશ્રમ નામનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલ ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને ઈશ્રમ કાર્ડ આપવામાં આવતું હોય છે ત્યારે આવનાર સમયે આ ઈશ્રમ કાર્ડને આધિન સરકારી સહાય મેળવવા આ કાર્ડ ઉપયોગી બને છે ત્યારે આજે ઈશ્રમ રજીસ્ટ્રેશન કેમ્પ લીંબડી ખાતે આવેલ જુની તાલુકા પંચાયત કચેરીએ યોજાયો હતો જેમાં લેબર ઓફિસર જી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ અને રાજુભાઈ રાવલ જેઓ જીલ્લા CSC મેનેજર ના નૈતૃત્વમા યોજાયો હતો જેમાં રાજકોટના લેબર કમિશનર ગામીત, સુરેન્દ્રનગર આસિસ્ટન્ટ લેબર કમિશનર શુરભીબેન લીંબડી તાલુકા વિકાસ અધિકારી એમ.આર.પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે આજે આ ઈશ્રમ રજીસ્ટ્રેશનનો લાભ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનોએ લીધો હતો ત્યારે વધુમા લેબર ઓફિસરના જણાવ્યા પ્રમાણે આ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31/12/2021 સુધીની રહેછે ત્યારે આજે ઈશ્રમ રજીસ્ટ્રેશન વેબસાઈટમાં ક્યાંકને ક્યાંક સર્વર ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી ત્યારે રજીસ્ટ્રેશન કરાવવા આવેલ લોકોને હાલાકી પણ ભોગવવી પડી હતી ત્યારે જો આ વેબસાઈટની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તો સમય મર્યાદામા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થઈ શકે ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ચાર્જ ટીએલ એમ ગૌતમભાઈ ધોરાળીયા, ક્લસ્ટર કોઓડીનેટર અસ્મિતાબેન બાવળીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

વગડીયા PHC મા લોકોએ વેકસીનનું સુરક્ષા કવચ અપનાવ્યુ

editor

અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધશે

aapnugujarat

દિયોદર તાલુકાના ધરમપુરા (લુદરા)થી ધ્રાંડવ રૂટની એસ.ટી.બસ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં આનંદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1