Aapnu Gujarat
રમતગમત

આઈપીએલની બે નવી ટીમો ૩૫૦૦ કરોડમાં વેચાવાની સંભાવના

આઇપીએલ બીસીસીઆઇના તાજનું રત્ન છે અને આ રત્નની યોગ્ય કિંમત થવી જાેઈએ. આ એક એવી સંપત્તિ છે જેની વર્ષે કિંમત વધવાની સાથે સતત નફો પણ આપે છે. નવી ટીમો પોતાના માટે ભારતના સ્ટાર ખેલાડીઓને ખરીદવા માગશે જેના કારણે ૨૦૨૨ની પ્રથમ હરાજી ઘણી મહત્ત્વપૂર્ણ બની જશે. ખેલાડીઓને રિટર્ન કરવાનો ર્નિણય બીસીસીઆઇએ લેવાનો રહે છે.પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીના સહ-માલિક નેસ વાડિયાનું માનવું છે કે, આઇપીએલની બે નવી ટીમો માટે બે હજાર કરોડ રૃપિયાની બેઝ પ્રાઇસ ગણતરીપૂર્વકની રાખવામાં આવી છે અને હરાજી વખતે આ પ્રાઇસમાં ૫૦થી ૧૦૦ ટકાનો વધારો થઈ શકે છે. બે નવી ફ્રેન્ચાઇઝીની જાહેરાત ૨૫મી ઓક્ટોબરે થશે જેના કારણે આઇપીએલ લીગ ૧૦ ટીમોની ટૂર્નામેન્ટ બની જશે. વાડિયાએ જણાવ્યું હતું કે, બે નવી ટીમોનો ઉમેરો થવાની સાથે આઇપીએલ ઉપરાંત વર્તમાન ફ્રેન્ચાઇઝીઓની કિંમતમાં પણ વધારો થશે. વાડિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ન્યૂનતમ આધાર મૂલ્ય બે હજાર કરોડ રૃપિયા છે જેમાં ઘણો વધારો થશે તે ચોક્કસ છે. આઇપીએલમાં મારા અનુભવ અને જાણકારી મુજબ કહું તો બે હજાર કરોડ રૃપિયાની બેઝ પ્રાઇસ ગણતરીપૂર્વકનો આંકડો છે. અને જાે તેમાં ૫૦ ટકાનો વધારો થશે તો પણ મારા મતે ઓછામાં ઓછી કિંમત ત્રણથી સાડા ત્રણ હજાર કરોડ સુધી પહોંચી શકે છે. ઘણી કંપનીઓ આઇપીએલનો હિસ્સો બનવા માગે છે પરંતુ કેટલીક જ હિસ્સો બની શકશે. નવી ટીમોનો ઉમેરો થવાથી વર્તમાન ફ્રેન્ચાઇઝીઓને કોઈ સમસ્યા નડશે નહીં. બે નવી ટીમોના કારણે તમામ ફ્રેન્ચાઇઝીઓની પણ વેલ્યૂ વધી જશે.૧૦ ટીમોના કારણે આઇપીએલનો વિસ્તાર વધશે.

Related posts

कोहली ने की सचिन की बराबरी : बुमराह ४ स्थान पर

aapnugujarat

मेरा शरीर थक गया है : एंडी मरे

aapnugujarat

બ્રાઝિલ-સ્વીત્ઝર્લેન્ડ વચ્ચેની મેચ ડ્રો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1