Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદના અનેક વિસ્તારોમાં હજુ દુષિત પાણીની સમસ્યા

અમદાવાદ શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિમાં શહેરના મધ્યઝોન અને પૂર્વઝોનના અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી છે આમ છતાં પણ મ્યુનિસિપલ ઈજનેર વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આ પરિસ્થિતિને લઈને બંને ઝોનમાં રોગચાળાની પરિસ્થિતિ આગામી સમયમાં વકરી શકે છે.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના મધ્યઝોનમાં છેલ્લા પંદર દિવસથી વિવિધ વિસ્તારોમાં પ્રદુષિત પાણી આવવાની સમસ્યા વકરી છે. ખાસ કરીને ખાડિયા વિસ્તારમાં આવેલા બાલાહનુમાનની પોળોમાં પંદર દિવસથી ગટરનુ અને ફીણ વાળુ પાણી આવી રહ્યુ છે આ અંગે મ્યુનિસિપલ સત્તાવાળાઓ સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદીન સુધી ઈજનેર વિભાગ તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવા આવી નથી.કોટ વિસ્તારના જમાલપુર,ખાનપુર,શાહપુર મિલ કંપાઉડ વિસ્તારમાં આવેલી અનેક પોળો અને સોસાયટીઓમાં પણ વાસ મારતુ પાણી આવી રહ્યુ છે તંત્ર સમક્ષ ફરીયાદ કરવામાં આવ્યા બાદ હેલ્થ વિભાગ દ્વારા ટીમ મોકલવામાં આવે છે પરંતુ તે ટીમ માત્ર પાણીમાં કલોરીન છે કે કેમ તેની ચકાસણી કરવાની સાથે કલોરીનની ટીકડીઓ વહેંચીને પરત ફરી જાય છે.પરંતુ ઈજનેર વિભાગ તરફથી કરવાપાત્ર કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિક રહીશોનો આક્રોશ છે.બીજી તરફ શહેરના પૂર્વઝોનમાં આવેલા અનેક વિસ્તારોમાં પણ પ્રદુષિત પાણીની સમસ્યા વકરી હોવાનુ સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલે એક વાતચીતમાં કહ્યુ છે તેમણે કહ્યુ,વરસાદ બંધ થઈ ગયો છે આમ છતાં પણ વસ્ત્રાલ વોર્ડમાં આવેલા ક્રિશ્નાપાર્ક અને આસપાસસના વિસ્તારમાં ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ઉભરાઈ રહ્યા છે આમછતા તંત્ર તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી ન હોઈ આગામી સમયમાં રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં.

Related posts

જળસંચય અભિયાન માત્ર અભિયાન ન રહેતા જનઅભિયાન બની સાર્થક નિવડ્યું છે     – સાંસદ મનસુખભાઇ વસાવા

aapnugujarat

સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે કમોસમી વરસાદ

editor

शहर के एसजी हाईवे पर कारचालक ने कॉन्स्टेबल और होमगार्ड को टक्कर मारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1