Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇડી દ્વારા ૧૫ માસમાં ૧૨ હજાર કરોડની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે છેલ્લા ૧૫ મહિનામાં આશરે ૧૨ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ માહિતીના આધાર પર સાબિત થાય છે કે, સરકાર દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઇડી હાલ એક્શનમાં છે. માત્ર ૧૫ મહિનાના ગાળામાં જ જંગી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરવામાં આવેલી આ સૌથી મોટી સંપત્તિનો આંકડો છે. એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી સંતોષ ગંગવારે માહિતી આપતા કહ્યું છે કે, ઇડીએ છેલ્લા એક વર્ષમાં ૧૭૫ પ્રોવિઝનલ અટેચમેન્ટ ઓર્ડર જારી કર્યા બાદથી આશરે ૧૧૦૩૨.૨૭ કરોડની સંપત્તિ જપ્ત કરી છે જ્યારે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૫ વચ્ચે જપ્ત કરવામાં આવેલી સંપત્તિની કિંમત આશરે ૯૦૦૦ કરોડ છે. આ આંકડો ઇડીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રણ મહિનામાં ૯૬૫.૮૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ આંકડામાં વધારો થતાં વર્ષ ૨૦૧૬-૧૭માં એ વખતે સપાટી ઉપર આવ્યોછે જ્યારે ફરાર કારોબારી વિજય માલ્યાની સંપત્તિ જપ્ત કરવા માટે કામગીરી શરૂ થઇ ચુકી છે. સુત્રોના કહેવા મુજબ આ ગાળા દરમિયન માલ્યાની આશરે ૧૦૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આાવી છે. તમિળનાડુમાં આ ગાળા દરમિયાન અનેક વખત દરોડા પાડવામાં આળ્યા છે જેમાં શેખર રેડ્ડી કેસ સૌથી મહત્વપૂર્ણ છે. સૂત્રોના કહેવા મુજબ ઇડીએ પોતાના અધિકારીઓને ખોટી રીતે એકત્રિત કરવામાં આવેલા પૈસા ઉપર આક્રમક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આનુ પરિણામ એ છે કે, આંકડા છેલ્લા ૧૦ વર્ષની સરખામણીમાં ખુબ વધારે છે. સુત્રોનું કહેવું છે કે, આ સમગ્ર મામલામાં ઇન્કમટેક્સ વિભાગ અને સીબીઆઈ જેવી સંસ્થાઓના સહકારથી પગલા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેટર મામલાના મંત્રાલયે પણ જંગી કાર્યવાહી ચાલુ કરી છે. કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા બનાવટી કંપનીઓ ઉપર અંકુશ મુકવા માટે એક કમિટિ બનાવવામાં આવી છે જે આ તમામ સંસ્થાઓ સાથે સંપર્કમાં છે. ઇડી આવી બનાવટી કંપનીઓ ઉપર કાર્યવાહી ઝડપી કરી રહી છે. જે કંપનીઓએ વિદેશમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. એપ્રિલ મહિનામાં ઇડીએ ચેન્નાઈની એક ૩૬ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ પોતાની છ બનાવટી કંપનીઓ મારફતે ૭૮ કરોડ રૂપિયા વિદેશમાં મોકલ્યા હતા. ૧૨મી જુલાઈ સુધી આશરે દોઢ લાખ બનાવટી કંપનીઓ રજિસ્ટ્રાર ઓફ કંપનીઓ દ્વારા બંધ કરવામાં આવી છે જે પૈકી આશરે ૩૨ ટકા કંપનીઓ દક્ષિણી રાજ્યો છે. ૬ઠ્ઠી એપ્રિલના દિવસે ઇડીએ દેશભરના ૧૦ રાજ્યોની ૧૮ જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા. તમિળનાડુ અને આંધ્રમાં ઇપીએફઓના અધિકારીઓ સહિત અનેક સરકારી કર્મચારીઓની સામે કેસ દાખલ કરાયા હતા.

Related posts

સરકાર ગેમ ચેન્જર નહીં પણ નેમ ચેન્જર છે : ગુલામ નબી

aapnugujarat

फारूक अब्दुल्ला ने भाजपा पर साधा निशाना, कहा – उनको याद रहे कि मैं शेर-ए-कश्मीर का बेटा हूं

editor

શિકાગોમાં હિમપ્રલય જેવી ઠંડી ! જનજીવન ઠપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1