Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં મેગા વેક્સિનેશન અભિયાનને મોટી સફળતા

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિન નિમિત્તે રાજ્યવ્યાપી કોરોના મહાઅભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૮ થી વધુની વયની એકપણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી એ. કે. ઔરંગાબાદકરના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. એન. કે. ગવ્હાણેની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રીક્ટ-સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સહિતના આશરે ૪૨૧ કેન્દ્રો ખાતે કોરોના મેગા વેક્સિનેશન ડ્રાઈવ યોજાઇ હતી. આ ઉપરાંત જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં જૂથ વેકસીનેશન માટે ફ્લાઇંગ વેકસીનેશન ટીમોને પણ વર્ગ-૧ ના નોડલ અધિકારી સાથે કાર્યરત કરવામાં આવી હતી. તા.૧૭ મી સપ્ટેમ્બર,૨૦૨૧ ના રોજ રાત્રિ સુધીમાં જિલ્લાના કુલ ૫૨,૨૯૨ જેટલા વ્યક્તિઓને કોરોના વેક્સિન હેઠળ આવરી લેવાયાં છે. જિલ્લામાં રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી આ વેકસીનેશન ડ્રાઇવ અંતર્ગત રસીકરણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આજે પણ તા.૧૮ મી સપ્ટેમ્બર,૨૦૨૧ ના રોજ સતત રસીકરણ ચાલુ રાખી, સાંજના ૩.૦૦ કલાક સુધીમાં કુલ-૧૦,૪૩૪ જેટલા વ્યક્તિઓને કોરોના વેક્સિન અપાઇ છે.

અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા ૯,૮૮,૯૪૧ વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને ૩,૨૬,૮૭૧ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. આમ, જિલ્લામાં આજદિન સુધી કુલ-૧૩,૧૫,૮૧૨ વ્યક્તિઓનું વેક્સિનેશન કરી કોરોના સામે રક્ષિત કરાયા છે.

    મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ચંદ્રમણી કુમારે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોરોના મેગા વેક્સિનેશન ડ્રાઇવનું સફળ આયોજન થયું છે. જેમાં જિલ્લામાં કુલ ૨૮૫ ગામોમાં ૧૦૦% રસીકરણ પૂર્ણ થયું છે, તેમજ થાનગઢ નગરપાલિકા જિલ્લાની પ્રથમ નગરપાલિકા બની છે, જ્યાં લાયક હોય તેવા ૧૦૦% લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. જિલ્લામાં કોરોના રસીકરણને આવી રીતે જ વેગવંતુ રાખી આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ ટકા વેક્સિનેશન થાય તે રીતેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 

જિલ્લામાં આજ રોજ ૩.૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ કુલ રસીકરણ અંતર્ગત ચુડા તાલુકામાં ૫૪,૮૨૮ લોકોને પ્રથમ અને ૨૧,૨૬૬ લોકોને બીજો ડોઝ, ચોટીલા તાલુકામાં ૬૭,૫૬૪ લોકોને પ્રથમ અને ૧૨,૯૨૪ લોકોને બીજો ડોઝ, ધ્રાંગધ્રા તાલુકામાં ૧,૨૯,૩૪૬ લોકોને પ્રથમ અને ૩૩,૧૦૫ લોકોને બીજો ડોઝ, લખતર તાલુકામાં ૬૧,૪૪૪ લોકોને પ્રથમ અને ૧૭,૩૪૭ લોકોને બીજો ડોઝ, લીંબડી તાલુકામાં ૧,૦૯,૬૧૮ લોકોને પ્રથમ અને ૩૪,૧૩૧ લોકોને બીજો ડોઝ, મુળી તાલુકામાં ૭૬,૭૩૯ લોકોને પ્રથમ અને ૩૧,૧૧૭ લોકોને બીજો ડોઝ, પાટડી તાલુકામાં ૧,૦૧,૯૮૦ લોકોને પ્રથમ અને ૩૩,૧૯૩ લોકોને બીજો ડોઝ, સાયલા તાલુકામાં ૮૨,૧૩૬ લોકોને પ્રથમ અને ૨૩,૩૦૦ લોકોને બીજો ડોઝ, થાનગઢ તાલુકામાં ૬૪,૫૦૭ લોકોને પ્રથમ અને ૧૦,૭૬૩ લોકોને બીજો ડોઝ તેમજ વઢવાણ તાલુકામાં ૨,૪૦,૭૭૯ લોકોને પ્રથમ અને ૧,૦૯,૭૨૫ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે જિલ્લામાં કુલ ૧૩,૧૫,૮૧૨ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    વધુમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના ગરીબ લોકોને તેમના ઘરની નજીકમાં જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે સુરેન્દ્રનગર–વઢવાણ શહેરી વિસ્તારમાં ૫ દીનદયાલ ઔષધાલયનું પણ પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.   

Related posts

ટપ્પર ડેમ નર્મદાના પાણીથી ભરાશે : રૂપાણી

aapnugujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી ફરજ ઉપર હોય તેવા નર્મદા જિલ્લાના અને અન્ય જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન માટે મતદાન સુવિધા કેન્દ્રો ઉભા કરાશે

aapnugujarat

સિહોરના ટાણા ખાતે મચ્છરજન્ય રોગચાળો અટકાવવાની કામગીરી હાથ ધરાઈ

editor

Leave a Comment

UA-96247877-1