Aapnu Gujarat
ગુજરાત

‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અને સખી-વન સ્ટોપ સેન્ટર’ યોજનાની દેખરેખ સમિતિની બેઠક યોજાઈ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી એ.કે.ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.કે.ગવ્હાણેની ઉપસ્થિતિમાં મહિલા અને બાળ વિકાસ કચેરી અંતર્ગત ચાલતી “બેટી બચાઓ બેટી પઢાઓ” અને “સખી – વન સ્ટોપ સેન્ટર” યોજનાની જિલ્લાકક્ષાની દેખરેખ સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં દેખરેખ સમિતિના સભ્ય સચિવ-જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી શૈલેષ અંબારીયા દ્વારા ઉપસ્થિત સભ્યશ્રીઓને યોજના વિશેની સામાન્ય માહિતી આપ્યા બાદ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન કચેરી દ્વારા યોજવામાં આવેલ સાસુ-વહુ, માં-દીકરી સંમેલન, કિશોરવસ્થા સેમિનાર, સાયબર સેફટી વર્કશોપ જેવા વિવિધ કાર્યક્રમોની વિગતો તેમજ એક્શન પ્લાનની વિગતો રજૂ કરી હતી. આ ઉપરાંત તેઓએ ઇનોવેશન અને આઉટરીચ અંતર્ગત પ્રસ્તાવિત નવા કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી.

વધુમાં આ બેઠક દરમિયાન સભ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે ત્રિમાસિક ધોરણે ઓનલાઈન પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવે છે, જેમાં સહાયક તમામ માળખાના અહેવાલો રજૂ કરવાના રહે છે. હાલમાં યોજનાના ૫ વર્ષ પૂર્ણ થતાં ભારત સરકાર દ્વારા યોજનાની માર્ગદર્શિકામાં સુધારો કર્યા બાદ એક્શન પ્લાન રજૂ કરવામાં આવશે.

બેટી બચાઓ બેટી પઢાઓ અને સખી-વન સ્ટોપ સેન્ટર યોજનાની તમામ વિગતો રજૂ થયા બાદ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ ઉપસ્થિત સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, તેમજ જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

Related posts

માંગરોળ નજીક કાર પલટી ખાતાં ૪ યુવકના કરૂણ મોત

aapnugujarat

ભાજપના ‘અડિખમ ગુજરાત’ સામે કોંગ્રેસનો નવો નારો ‘ખુશ રહે ગુજરાત’

aapnugujarat

કોંગ્રેસના નેતાના નામની બે દિવસમાં જાહેરાત થઇ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1