Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફધાનિસ્તાનમાં તાલિબાનીઓ મોટી તૈયારીઓમાં વ્યસ્ત

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની સંપૂર્ણ વાપસી બાદ વ્હાઈટ હાઉસમાં પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને પરત લાવવાનો દાવો કર્યો અને કહ્યું હતું કે અત્યારે ત્યાં લગભગ ૧૦૦-૨૦૦ અમેરિકનો ફસાયેલા છે. બાઈડનની અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોના મુદ્દે ટીકા થઈ રહી હતી. જ્યારે બાઈડનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જે નાગરિકો ફસાયેલા છે, તેમની પાસે અફઘાનિસ્તાનની નાગરિકતા પણ છે. અગાઉ આ લોકોએ તેમના અફઘાન મૂળનો હવાલો આપતાં ત્યાં રહેવાનો ર્નિણય કર્યો હતો, પરંતુ હવે તેઓ ત્યાંથી બહાર આવવા માગે છે. અફઘાનિસ્તાનમાં રહેલા તમામ અમેરિકનો પાછા આવવા માગતા હતા, તેમાંથી ૯૦% પરત આવી ગયા છે અને ફસાયેલા લોકો માટે કોઈ સમયમર્યાદા નથી. અમે તેમને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર બનાવવાની ફોર્મ્યુલા લગભગ નક્કી કરી લીધી છે. ટૂંક સમયમાં તાલિબાન પોતાની સરકારને દુનિયા સમક્ષ જાહેરાત કરશે કાબુલમાં તેની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. તાલિબાન અફઘાનિસ્તાનમાંઈરાનના મોડેલ સાથે સરકાર બનાવી શકે છે. મુલ્લા હિબતુલ્લાહ અખુંદઝાદા અફઘાનિસ્તાનના નવા સર્વોચ્ચ નેતા બની શકે છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલકાયદાની કમર તોડી નાખી હતી, પરંતુ જલદી જ તેની લશ્કરી હાજરી દૂર થતાં અલકાયદાએ ફરી હિંમત બતાવવાનું શરૂ કર્યું છે. અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈન્ય વાપસીના બીજા જ દિવસે, અલકાયદાએ તાલિબાનને અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરને આઝાદ કરવું જાેઈએ. અલકાયદાએ કહ્યું, તેવી જ રીતે લેવન્ટ, સોમાલિયા, યમન, કાશ્મીરને આઝાદ કરવું જાેઈએ. જાેકે તાલિબાને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તે અફઘાનિસ્તાનને આતંકવાદીઓના હાથમાં આવવા દેશે નહીં. તાલિબાન નેતા અનસ હક્કાનીએ બુધવારે કહ્યું, ‘અમે કાશ્મીરને લઈને અમે દખલ કરીશું નહીં. અમે ભારત સાથે મૈત્રીપૂર્ણ અને સારા સંબંધો ઈચ્છીએ છીએ. કાશ્મીર અમારા અધિકારક્ષેત્રમાં આવતું નથી. અમે અમારી નીતિ વિરુદ્ધ કામ કરીશું નહીં.’ કાબુલ એરપોર્ટ પરથી યુએસ આર્મી રવાના થયા બાદ પણ અફઘાનિસ્તાનથી લોકોના હિજરતની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. તાલિબાનની ર્નિદયતા અને ડરને કારણે લોકો ગમે તેમ કરીને દેશ છોડવા માગે છે. એરપોર્ટ બંધ છે, પરંતુ લોકો પર્વતો અને રેતાળ રસ્તાઓ દ્વારા પાકિસ્તાન, તુર્કી અને ઈરાનની સરહદોમાં આશ્રય લઈ રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓ (સગર્ભા સ્ત્રીઓ સહિત), બાળકો, વૃદ્ધો અને યુવાનો તાલિબાનથી દૂર આ માર્ગો પર ચાલી રહ્યા હતા. આ ભીડમાં ઘણા એવા લોકો પણ છે, જેઓ પગપાળા ૧૫૦૦ કિમી ચાલીને તુર્કી, ઈરાન તરફ ભાગી રહ્યા છે. અફઘાનિસ્તાન છોડ્યા બાદ અમેરિકાની સેનાના જનરલ માર્ક મિલ્લેએ કહ્યું કે તાલિબાન એક ક્રૂર સંગઠન છે અને તે બાબતે પણ કશું કહી શકાય નહીં કે તે બદલાશે કે નહીં. આ દરમિયાન, મિલ્લેએ તાલિબાન સાથે અમેરિકાના અત્યાર સુધીના ડિલિંગ્સ વિશે કહ્યું કે, આવી સ્થિતિ પર તમે એ જ કરો છો જે તમારા મિશન અને સેનાના જાેખમ ઘટાડવા માટે જરૂરી હોય છે, ન કે તે જે તમે ઈચ્છો છે. જ્યારે, ઓસ્ટિને કહ્યું કે તાલિબાન સાથે ભવિષ્યના સહયોગ વિશે કોઈ અનુમાન કરી શકીએ નહીં, પરંતુ અમારુ ISIS-K પર ધ્યાન કેન્દ્રિત રહેશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન તેની સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે અને લૂંટેલાં અમેરિકન હથિયારો સાથે પરેડ કરી રહ્યું છે. બીજી બાજુ, દેશ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાન એક મહિનાની અંદર ખાદ્ય સંકટનો સામનો કરી શકે છે અને ત્રણમાંથી એક વ્યક્તિને ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે. એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનનાં અડધાથી વધુ બાળકો અત્યારે ખોરાક માટે તડપી રહ્યાં છે. પંજશીરમાં તાલિબાન સામે યુદ્ધ લડી રહેલા પ્રતિકાર દળે કહ્યું હતું કે લડાઈ ચાલુ રહેશે, કારણ કે તાલિબાન સાથે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. આખા અફઘાનિસ્તાનમાં પંજશીર એકમાત્ર એવું ક્ષેત્ર છે, જ્યાં તાલિબાન કબજાે કરી શક્યું નથી. અહમદ શાહ મસૂદનો પુત્ર અહમદ મસૂદ, જે સિંહ ઓફ પંજશીર તરીકે જાણીતો છે અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ તાલિબાન સામે યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા છે. તાલિબાનના એક વરિષ્ઠ નેતાએ બુધવારે કહ્યું હતું કે તેમણે પંજશીરને ઘેરી લીધું છે અને બળવાખોરોને સમજૂતી કરવા કહ્યું છે. પંજશીરના લોકોને રેકોર્ડ કરેલું ભાષણ પણ સંભળાવવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ તાલિબાન નેતા અમીર ખાન મોટાકીએ બળવાખોર લડવૈયાઓને શસ્ત્ર હેઠાં મૂકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનનું ઇસ્લામિક અમીરાત તમામ અફઘાનોનું ઘર છે. કતારમાં તાલિબાનના રાજકીય કાર્યાલયના નાયબ વડા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનિકઝઈએ બુધવારે જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં નવી સરકારની જાહેરાત કરવામાં આવશે. એમાં તે લોકો સામેલ નહિ કરવામાં આવે, જેઓ ૨૦ વર્ષથી સરકારમાં છે. નવી સરકારમાં પવિત્ર અને શિક્ષિત લોકો સામેલ હશે. મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પહેલાં તાલિબાન નેતા અનસ હક્કાનીએ પણ કહ્યું હતું કે સરકાર બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

Related posts

ફેસબૂક દ્વારા પ્રાઇવસીના ભંગ સામે જર્મની લાલઘૂમ

aapnugujarat

સમયસર અમેરિકી સેના પરત ના ફરી તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર અમેરિકા : તાલિબાન

editor

पाक आतंकी पैदा करने वाला दुराग्रही देशः यूएस एक्सपर्ट्‌स

aapnugujarat

Leave a Comment

UA-96247877-1