Aapnu Gujarat
રાષ્ટ્રીય

અફઘાનિસ્તાન કરતા વધારે ક્રુરતા ભારતમાંઃ મુનવ્વર રાણા

અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન લાગુ થયુ છે અને ભારતમાં તાલિબાન સમર્થકો હવે ખુલીને તેના સમર્થનમાં વાત કરી રહ્યા છે.જાણીતા શાયર મુનવ્વર રાણાએ તાલિબાનને લઈને ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યુ છે કે, જેટલી ક્રુરતા અફઘાનિસ્તાનમાં છે તેનાથી વધારે ક્રુરતા તો આપણે ત્યાં છે.પહેલા રામ રાજ્ય હતુ અને કામરાજ છે. રાણાએ આગળ કહ્યુ છે કે, હિન્દુસ્તાને તાલિબાનથી ડરવાની જરુર નથી.કારણકે અફઘાનિસ્તાન તો હજારો વર્ષથી અસ્તિત્વમાં છે અને તેણે ભારતને ક્યારેય નુકસાન પહોંચાડ્યુ નથી.જ્યારે મુલ્લા ઉમરનુ રાજ હતુ ત્યારે પણ તેણે કોઈ ભારતીયને નુકસાન પહોંચાડ્યુ નહોતુ.કારણકે તેના બાપ દાદા ભારતથી કમાઈને ગયા હતા.રાણાએ કહ્યુ છે કે, જેટલી એકે-૪૭ તાલિબાનો પાસે નથી તેટલી તો હિન્દુસ્તાનમાં માફિયાઓ પાસે છે.તાલિબાનો કોઈની પાસે છીનવીને હથિયારો લાવે છે જ્યારે અહીંયા તો માફિયાઓ હથિયારો ખરીદી છે.યુપી સરકાર દ્વારા દેવબંદમાં એટીએસ સેન્ટર ખોલવાના સવાલ પર મુનવ્વર રાણાએ કહ્યુ હતુ કે, આ સરકારે છે ત્યાં સુધી કશું પણ થઈ શકે છે.ધર્માંતરણ જેવા મુદ્દાઓ દેશને બરબાદ કરી રહ્યા છે.અમે ઈચ્છીએ છે કે, આ દેશ પહેલા હતો તેવો થઈ જાય.

Related posts

પથ્થરબાજો સામે પગલા લેવાનો સમય

aapnugujarat

इंटरनेशनल कोर्ट के आदेश तक जाधव को फांसी नहीं देगा पाक

aapnugujarat

દેશની જનતા ૧૦૦ દિવસમાં મોદી સરકારના ત્રાસમાંથી સ્વતંત્ર થઈ જશે : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1