Aapnu Gujarat
મનોરંજન

દૂરદર્શન પોતાનો લોગો કરશે ચેન્જ, ડિઝાઈન માટે લોકોને આપ્યું આમંત્રણ

સરકારી બ્રોડકાસ્ટ ચેનલ દૂરદર્શન તેનો આઇકોનિક લોગો બદલવાનો વિચાર કરી રહ્યું છે. તેઓ જૂની યાદોથી દૂર થઇ રહેલા ‘લિબરલાઇઝેશનના બાળકો’ માટે કંઇક યુથફુલ બનાવવા માંગે છે. સોમવારે સાંજે જાહેર કરવામાં આવેલા ઇન્વિટેશનમાં દૂરદર્શને પબ્લિકને એન્ટ્રીઓ મોકલવા જણાવ્યું છે, જેમાં તેમણે નેટવર્કના દેખાવ અને તેની ફીલને ઇમ્પ્રુવ કરવા માટે નવા લોગોની ડિઝાઇનની માંગ કરી છે.દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોને ચલાવતા પબ્લિક બ્રોડકાસ્ટર પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શશિ શેખર વેમ્પતી જણાવે છે કે, “આજે મોટાભાગની વસ્તી ૩૦ વર્ષથી નીચેની વયની છે. આ લિબરલાઇઝેશનના જમાનાના બાળકો છે, જેઓ દૂરદર્શન સાથે મોટાં નથી થયા. તેઓ એ જૂની યાદોનો હિસ્સો નથી જે તેમની આગલી જનરેશન પાસે છે.” વેમ્પતીએ જણાવ્યું, “અમારે ભારતના યુથ સાથે કનેક્ટ થવું છે અને દૂરદર્શનની બ્રાન્ડને તેમના માટે સુસંગત બનાવવી છે. નવો લોગો તેને રિફલેક્ટ કરે તેવો હોવો જોઇએ.”દૂરદર્શન હાલનો જે લોગો છે તે ૧૯૫૯ના વર્ષથી છે, જે માણસની આંખનું પ્રતીક છે. નવી ડિઝાઇન્સ આપવા માટેના આમંત્રણમાં જણાવ્યા પ્રમાણે, નવો લોગો યુવાપેઢી સાથે સંકળાયેલો હશે અને યુવા ભારતની ઓળખ હશે. આ નવો લોગો ડીડીની બ્રાન્ડ સાથે જોડાયેલી મજબૂત જૂની યાદોને તો તાજી કરશે જ, તે સાથે નવા ભારતની મહત્વાકાંક્ષાઓને પણ દર્શાવશે.દૂરદર્શન નેટવર્કની વ્યુઅરશિપ અને ફાઇનાન્સને વધારવા માટેના પ્રસાર ભારતીના પ્રયત્નોના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.દૂરદર્શન નવા પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કરીને અને પ્રવર્તમાન ચેનલોના રિપેકેજિંગ દ્વારા પોતાના નેટવર્કને સુધારવાની પ્રોસેસ કરી રહ્યું છે. દૂરદર્શન ચિલ્ડ્રન (બાળકો), યુથ (યુવાનો) અને મ્યુઝિક જેનરમાં નવી ચેનલો લોન્ચ કરવાનું પણ વિચારી રહ્યું છે અને તેમણે તાજેતરમાં ૧૯૮૦ના વર્ષના તેમના કેટલાંક જૂના કાર્યક્રમોને ડીડી નેશનલ પર ફરી શરૂ કર્યા છે.

Related posts

‘અપને – ૨’ માટે શિલ્પા પાસે સમય નથી

aapnugujarat

બિગ બોસ-૧૨માં પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઇટ ભાગ લેશે

aapnugujarat

इलाज की प्रक्रिया लम्बी, थकान भरी है : ऋषि कपूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1