Aapnu Gujarat
મનોરંજન

બિગ બોસ-૧૨માં પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઇટ ભાગ લેશે

સની લિયોન બાદ બિગ બોસમાં વધુ એક પોર્ન સ્ટાર એન્ટ્રી કરવા જઇ રહી છે. તાજેતરમાં જ એપ્રિલ મહિનામાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે વિવાદાસ્પદ શો બિગ બોસ-૧૨ માટે ઓડિશિનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચુકી છે. ત્યારબાદ આ શોને લઇને ચર્ચા છેડાઇ ગઇ હતી. હવે કેટલાક એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે સની લિયોન બાદ વધુ એક પોર્ન સ્ટાર આ શોમાં હિસ્સો બની શકે છે. અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો બ્રિટીશ પોર્ન સ્ટાર શાંતિ ડાઇનામાઇટ બિગ બોદગ-૧૨નો હિસ્‌ બની શકે છે. જો કે શાંતિ ડાઇનામાઇટના સામેલ થવાના સમાચાર પ્રથમ વખત મળ્યા નથી. આ પહેલા બિગ બોસના આઠમાં સિઝનમાં પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે આ રિયાલિટી શોમાં શાંતિ ભાગ લઇ શકે છે. એમ માનવામાં આવે છે કે શાંતિ ડાઇનામાઇટને સામેલ કરીને આ શોના મેકર્સ તેની ટીઆરપી વધુ વધારી દેવાની યોજના ધરાવે છે. શાંતિ ડાઇનામાઇટ એડલ્ટ ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની માતા પંજાબી છે જ્યારે પિતા ગ્રીક મુળના છે. તેનુ નામ સોફિયા છે. શાંતિ તે પહેલા પણ ચર્ચામાં રહી ચુકી છે. શાંતિએ પહેલા ડોક્ટર ડોક્ટર ખેલે ફિલ્મમાં એક આઇટમ સોંગ કરીને ચર્ચા જગાવી હતી. શાંતિ ડાઇનામાઇટ તરફથી બિગ બોસમાં સામેલ થવાને લઇને કોઇ વાત કરવામાં આવી નથી. જો કે બિગ બોસના આયોજકો તેને શોના હિસ્સા તરીકે રજૂ કરવા માટે ઇચ્છુક છે. શાંતિ ડાઇનામાઇટ પોર્ન દુનિયામાં મોટા નામ તરીકે છે. સની લિયોન ૨૦૦૮માં જ્યારે શોમાં આવી ત્યારે તે વધુ જાણીતી બની ગઇ હતી. ત્યારબાદથી તે ભારતમાં મોસ્ટ સર્ચ હસ્તી બની ચુકી છે. સની લિયોન બોલિવુડમાં સતત વધુને વધુ કામ મેળવી રહી છે.

Related posts

आयुष्यमान की ‘बधाई हो’ ने किया ५० करोड़ आकड़ा पार

aapnugujarat

વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં વાણી કપૂર નજરે પડી શકે

aapnugujarat

હની સિંહ અને શાલિની તલવારના ૧૦ વર્ષ જૂના લગ્ન જીવનનો આવ્યો અંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1