Aapnu Gujarat
મનોરંજન

વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં વાણી કપૂર નજરે પડી શકે

વાણી કપુર વર્ષ ૨૦૧૮માં ખુબ વ્યસ્ત રહેનાર છે, તે સિદ્ધાર્થ આનંદની એક ડાન્સ એક્શન મુવીમાં કામ કરી રહી છે. આ ઉપરાંત હવે એવુ સાંભળવા મળી રહ્યુ છે કે વાણી કપુર વિશાલ ભારદ્ધાજની ફિલ્મમાં પણ નજરે પડનાર છે. એવુ જાણવા મળ્યુ છે કે આ ફિલ્મમાં તેની સાથે રિતિક રોશન અને ટાઇગર શ્રોફ નજરે પડનાર છે. વાણી પહેલાથી જ કરી ચુકી છે કે તે જે નિર્માતા નિર્દેશકોની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે જેમાં એક વિશાળ ભારદ્ધાજ પણ છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વિશાલને વાણીની બે ફિલ્મોમાં ભૂમિકા ખુબ પસંદ પડી છે. તેમને લાગે છે કે વાણી કપુર સ્ક્રીન પર જોરદાર રજૂ થાય છે. તે પરસ્પર મળી ચુક્યા છે. સાથે સાથે એકબીજાની સાથે કામ કરી રહ્યા છે. વિશાલ પણ પોતાની આગામી ફિલ્મમાં તેમને લેવાની વાત કરી ચુક્યા છે. જો કે વિશાલે એવી જાહેરાત કરી નથી કે તે કઇ ફિલ્મમાં વાણીને લેનાર છે. વિશાલ હાલમાં દિપિકા અને ઇરફાન ખાનની સાથે મળીને ફિલ્મ પર કામ કરી રહ્યા છે. વિશાલ પ્રેરણા અરોડાની સાથે ચાર ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. જે પૈકી એક ફિલ્મમાં વાણી કપુર કામ કરનાર છે. અલબત્ત આ બાબત હજુ નક્કી નથી કે આ ફિલ્મોનુ નિર્દેશન તેઓ કરશે કે કેમ. એવા હેવાલ પણ આવી રહ્યા છે કે વિશાલ બહેનો વચ્ચે સ્પર્ધા પર આધારિત ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મનુ નામ ચુડિયા રાખવામાં આવ્યુ છે જેમાં નાની બહેન તરીકે કૃતિ સનુન પણ નજરે પડી શકે છે. વાણી કપુરને મોટા બજેટવાળી ફિલ્મ હાથ લાગી રહી છે. રિતિક અને ટાઇગર શ્રોફ સાથેની ફિલ્મ મળતા તે ભારે ખુશ છે. બે આશાસ્પદ સ્ટાર એક સાથે નજરે પડનાર છે.

Related posts

ડેનીનો પુત્ર રિનઝિંગ ફિલ્મોમાં પ્રવેશ કરવા ઉત્સુક

aapnugujarat

ફિલ્મી સ્ટાર્સનું નેતા બનવું મારા દેશ માટે ત્રાસદી છે : પ્રકાશ રાજ

aapnugujarat

બ્લુ ફિલ્મ જોયા બાદ પાણી પાણી થઈ ગઇ હતીઃ સની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1