Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો કહેર

પાંચ મહિના બાદ અમેરિકામાં ૧ લાખથી વધુ નવા કોરોના સંક્રમિતોની ઓળખ થઇ છે. ફેબ્રુઆરી બાદ અહી આવેલા આ સંક્રમણના આંકડા પાછળ કોરોના વાયરસ ડેલ્ટા વેરિએન્ટ છે. ઓફિશિયલ આંકડા અનુસાર દેશમાં ૧૦૨,૨૭૮ નવા સંક્રમિત મળ્યા છે અને ૪૩૬ નવા મોત થયા છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોનો આંકડો ૩૪,૯૪૩,૨૦૩ થઇ ગયો છે અને કુલ મોતની સંખ્યા ૬૧૩,૦૦૬ છે. આ આંકડા અમેરિકાની જાેન્સ હોપકિન્સ યૂનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવ્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કેટલાક દેશમાં વધી રહેલા સંક્રમણને જાેતા નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે કે ડેલ્ટા વેરિએન્ટ વધુ જીવલેણ થાય તે પહેલા જ તેની પર રોક માટે કડક પગલા ભરવાની જરૂર છે. ચીન, સ્પેન, ઇન્ડોનેશિયા અને અમેરિકા સહિત કેટલાક દેશ કોરોના વાયરસના સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટની ઝપટમાં છે.
વૈશ્વિક કોરોના સંક્રમણના કુલ કેસ ૧૯૭,૨૭૬, ૯૧૭ થઇ ગયા છે અને ૪,૨૦૭,૨૩૬ સંક્રમિતોના મોત થઇ ચુક્યા છે. બીજી તરફ કોરોના સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી કોરોના વેક્સીનની ૪,૦૪૨,૬૧૪, ૧૭૩ ડોઝ વિશ્વભરમાં આપવામાં આવી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે વિશ્વમાં મહામારી કોવિડ-૧૯ની શરૂઆત સાથે જ સૌથી ખરાબ સમય અમેરિકામાં શરૂ થઇ ગયો હતો જેનાથી હવે રાહતના સંકેત મળવા લાગ્યા હતા પરંતુ આ કેટલાક મહિના જ રહ્યો કારણ કે ફરી અહી ઘાતક કોરોના વાયરસના કેસ જાેવા મળી રહ્યા છે.

Related posts

टेरर फंडिंग मामला : गिरफ्तारी पर बोले हाफिज – लश्कर से नहीं कोई संबंध

aapnugujarat

Indian-born Priti Patel become first Home Minister of Britain

aapnugujarat

સાઉથઆફ્રિકામાં આખરે શરુ વેક્સીનેશન પ્રોસેસ

editor

Leave a Comment

UA-96247877-1