Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓસ્ટ્રેલિયા ભારતમાંથી ગુમ થયેલી ૧૪ કલાકૃતિઓ પરત કરશે

ઓસ્ટ્રેલિયાની નેશનલ આર્ટ ગેલરી ભારતની ૧૪ કલાકૃતિઓ પરત કરશે. આ કલાકૃતિઓને લઈને આશંકા છે કે, આ ચોરી થઈ હતી અથવા લૂંટી લેવામાં આવી હતી અથવા ગેરકાયદેસર રીતે તેમને નિકાસ કરવામાં આવી હતી. આ ધાર્મિક અને સાંસ્કૃતિ કલાકૃતિઓમાં મૂર્તિઓ, તસવીરો અને એક સ્કોલ સામેલ છે. જેની કુલ કિંમત લગભગ ૧૬ કરોડ ૩૬ લાખથી વધારે છે.
નેશનલ આર્ટ ગેલરીના નિર્દેશક નિક મિત્ઝેવિચે આ કલાકૃતિઓને પરત આપવાને લઈને પુષ્ટિ કરી છે. એકને છોડીને બધી જ કલાકૃતિઓ ન્યૂયોર્કના ભૂતપૂર્વ આર્ટ ડીલર અને કથિત દાણચોર સુભાષ કપૂર સાથે જાેડાયેલા છે. કપૂર પોતાની સામેના તમામ આરોપોને નકારે છે. ભારતમાં તેમના પર ટ્રાયલ થવાની છે.
કેટલીક વિવાદિત કલાકૃતિઓ ૧૨ મી સદીની છે, જ્યારે ચોલા રાજવંશ હેઠળ તમિલનાડુમાં હિન્દુ કલા ચરમ પર હતી. કેનબેરા ગેલેરીએ પહેલાથી જ કપૂર મારફતે મળી આવેલી ઘણી અન્ય કલાકૃતિઓ પરત કરી ચૂકી છે, જેમાં હિન્દુ ભગવાન શિવની કાંસાની પ્રતિમાનો સમાવેશ થાય છે, જે ૨૦૦૮ માં અંદાજે ૩૭ કરોડ રૂપિયા (પાંચ મિલિયન ડોલર) માં ખરીદવામાં આવી હતી.
મિત્ઝેવિચે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે આ કલાકૃતિઓ થોડા મહિનામાં ભારત સરકારને પરત કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનરે આ ર્નિણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચે સદ્ભાવના અને મિત્રતાની નિશાની છે.

Related posts

મોદી સરકારે પ્રચાર ઉપર ૪૩૪૩ કરોડ ખર્ચ કર્યા

aapnugujarat

ઔરંગાબાદમાં રાજ ઠાકરેને રેલી યોજવા મંજૂરી

aapnugujarat

ભીંડી બજારમાં ઈમારત ધરાશાયી થયા બાદ દાઉદ સાથે વાત થઇ હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1