Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારે પ્રચાર ઉપર ૪૩૪૩ કરોડ ખર્ચ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા ૪૬ મહિનામાં જાહેરાતો પર ૪૩૪૩.૨૬ કરોડનો જંગી ખર્ચ કર્યો છે. સામાન્ય રીતે આ મુદ્દે ટિકા ટિપ્પ્ણીનો સામનો કર્યા બાદ સ્થિતી બદલાઇ રહી છે. આ મુદ્દે ટિકા ટિપ્પણી કર્યા બાદ આ વર્ષે આ પ્રકારના પ્રચાર ખર્ચમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં મોદી સરકારે કુલ ૧૨૬૩.૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આરટીઆઇ કાર્યકર અનિલ ગલગલી દ્વારા વડાપ્રધાનની કચેરી પાસેથી કેન્દ્ર સરકારની રચના કરવામાં આવ્યા બાદ હજુ સુધી જાહેરાત પર કરવામાં આવેલા ખર્ચની વિગત માંગી હતી. કેન્દ્રક સરકારના બ્યુરો ઓફ આઉટરીચ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના નાણાંકીય સલાહકાર તપન સુત્રધરે પહેલી જુન ૨૦૧૪થી હજુ સુધી આપવામાં આવેલા આંકડામાં કેટલીક રોચક બાબત જાહેર કરવામાં આવી છે. પહેલી જુન ૨૦૧૪થી લઇને ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધીના ગાળામાં ૪૨૪.૮૫ કરોડ રૂપિયા પ્રિન્ટ મિડિયા પર , ૪૪૮.૯૭ કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પર ખર્ચ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૫-૧૬ આર્થિક વર્ષમાં ૫૧૦.૬૯ કરોડ રૂપિયા પ્રિન્ટ મિડિયા પર ૫૪૧.૯૯ કરોડ રૂપિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પર ખર્ચ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પ્રચારને લઇને હમેંશા સાવધાન રહી છે. જંગી ખર્ચનો આંકડો પહેલા વધારે રહ્યો હતો. હવે તેમાં ઘટાડો થયો છે.આંકડા ખુબ મહત્વપૂર્ણ છે. ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે, આ પ્રચાર ખર્ચમાં ઘટાડો થયો છે. પહેલી એપ્રિલ ૨૦૧૭થી ૭મી ડિસેમ્બર ૨૦૧૭ના ગાળા દરમિયાન પ્રિન્ટ મિડિયા ઉપર ૩૩૩.૨૩ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. પહેલી એપ્રિલ ૨૦૧૭થી ૩૧મી માર્ચ ૨૦૧૮ના આ ગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ મિડિયા ઉપર ૪૭૫.૧૩ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. બહારના પ્રચારમાં ૧૪૭.૧૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ આંકડો પહેલી એપ્રિલ ૨૦૧૭થી ૩૧મી જાન્યુઆરી ૨૦૧૮ સુધીના છે. આ બાબત પણ સપાટી ઉપર આવી છે કે, મોદી સરકારે ૨૦૧૭-૧૮ના આર્થિક વર્ષમાં આ ખર્ચમાં ઘટાડો થયો છે.

Related posts

तेलंगाना में बड़े जमीन घोटाले से गूगल और माइक्रोसोफ्ट प्रभावित

aapnugujarat

સુપ્રીમ-હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોમાં ઉલ્લેખનીય ઘટાડો

aapnugujarat

પુત્રના લગ્ન માટે લાલૂને પાંચ દિવસ પરોલ મળ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1