Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉથઆફ્રિકામાં આખરે શરુ વેક્સીનેશન પ્રોસેસ

      લાંબા સમય પછી આખરે સાઉથ આફ્રિકન સરકારે વેક્સિનેશન કાર્યકમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે,પરંતુ આનાથી ઘણા લોકો હેરાન છે. સરકારે અહીં જોનસન એન્ડ જોનસનની મંજૂરી વિનાની વેક્સિન હેલ્થ વર્કર્સને આપવાનો નિર્ણય કર્યો છે. જેની ટ્રાયલ અત્યાર સુધી ચાલી રહી છે.હેલ્થ મિનિસ્ટરે પોતે આ વાતની પુષ્ટી કરી છે. ન્યૂઝ એજન્સી જણાવ્યા મુજબ, હેલ્થ સ્ટાફ માટે સિંગલ ડોઝ વેક્સિનના 80 હજાર ડોઝ સાઉથ આફ્રિકા પહોંચી ચૂક્યાં છે.

   રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ વેક્સિન માત્ર રિસર્ચના હિસાબ માટે આપવામાં આવી રહી છે.આ દરમિયાન હેલ્થ વર્કર્સને સતત મોનીટીરીંગ કરાશે કે વેક્સીન દ્વારા  કોઈ પ્રકારનું ઈન્ફેક્શન અથવા સાઈડ ઈફેક્ટ્સ તો નથી થઈ રહ્યાં. આ ઉપરાંત આ કંપનીના 5 લાખ વેક્સિન મંગાવવાની તૈયારી કરી રહી છે.

Related posts

2020 state budget will for first time in 30 years not run deficit, thanks to tax collection : Poland PM

aapnugujarat

मैक्सिको के चिहुआहुआ प्रांत में विमान क्रैश, 4 लोगों की मौत

aapnugujarat

चीन सबसे खराब मानवाधिकार रिकॉर्ड वाले देशों में एक : पोम्पिओ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1