Aapnu Gujarat
મનોરંજન

કરીના રોમેન્ટિક ફિલ્મનું સપ્ટેમ્બરમાં શુટિંગ કરશે

બોલિવુડમાં થોડાક વર્ષો પહેલા સુધી ભારે ધુમ મચાવનાર કરીના કપુર હવે બાળકને જન્મ આપ્યા બાદ ફરી એકવાર સક્રિય થઇ રહી છે. કરીના કપુર મહિલાલક્ષી ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ વીર ધ વિડિંગ નામની બની રહી છે. ફિલ્મમાં તેની સાથે સોનમ કપુર અને સ્વરા ભાસ્કર પણ કામ કરી રહી છે. શશાંક ઘોષ દ્વારા નિર્દેશિત અને નિર્મિત ફિલ્મમાં તેની મોટી ભૂમિકા રહેલી છે. ફિલ્મમાં તે સમીત વ્યાસ નામના અભિનેતા સાથે નજરે પડનાર છે. નવા નવા કલાકારો સાથે કામ કરવા માટે કરીના કપુર હજુ પણ આશાવાદી છે. બાળકને જન્મ આપ્યા બાદ તેની બીજી ઇનિગ્સમાં કરીના કપુર સફળ રહેશે કે કેમ તેને લઇને બોલિવુડમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. સુમીત સ્વરા ભાસ્કર અને શિખાને ખુબ પહેલાથી જ સારી રીતે ઓળખે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે કરીના કપુર નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધામાં હવે વધારે ટકી શકશે નહી. કારણ કે નવી નવી અભિનેત્રી પોતાની કુશળતા સાબિત કરી રહી છે. સાથે સાથે સારા રોલ પણ કરી રહી છે. દિપિકા અને કેટરીના કેફ જેવી સ્ટાર અભિન્ત્રી પહેલાથી બોલિવુડમાં છ. લોકપ્રિય સ્ટાર પણ હાલમાં પોતાને સ્થાપિત કરવામાં સંઘર્ષ અનુભવ કરે છે. કરીના કપુરે પોતાની કેરિયરની શરૂઆત અભિષેક બચ્ચન સાથે કરી હતી. બન્નેએ એક સાથે કેરિયર શરૂ કર્યા બાદ બન્ને પોતાને સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. કરીના કપુર મોડેથી સુપરસ્ટાર તરીકે ઉભરી આવી હતી. તે ત્રણેય ખાન સાથે કામ કરી ચુકી છે. આમીર સાથે થ્રી ઇડિયટ્‌સમાં દેખાઇ હતી.

Related posts

એક્ટર રણબીર કપૂર થયો કોરોના પોઝીટીવ

editor

किसी थ्रिलर या सस्पेंस ड्रामा में काम करना चाहती हूं : नुशरत भरूचा

aapnugujarat

પાત્રને ન્યાય આપવા અસલી પ્રોસ્ટીટ્યુટને મળી’તી : જુલિયા રોબર્ટસ્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1