Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે ખતરો

અમેરિકાના પ્રભાવશાળી સાંસદ ડેવિડ નુનેસે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ગયા સપ્તાહે તિબેટના પ્રવાસે જવું ભારત માટે એક ખતરો છે. શી જિનપિંગે અરૂણાચલ પ્રદેશની નજીક આવેલા રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ તિબતી સીમાવર્તી શહેર ન્યિંગચીની ગયા બુધવારે મુલાકાત લીધી હતી. ચીની રાષ્ટ્રપતિએ ત્યાં ટોચના સૈન્ય અધિકારીઓની મુલાકાત કરી હતી અને તિબેટમાં વિકાસ પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી.
રિપબ્લિકન સાંસદ ડેવિડ નુનેસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ચીની તાનાશાહની શી જિનપિંગે ગયા સપ્તાહે ભારતની સરહદની પાસે તિબેટનો પ્રવાસ કરીને પોતાની જીતનો દાવો કર્યો. મને લાગે છે કે છેલ્લાં ૩૦ વર્ષમાં પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે ચીની તાનાશાહ તિબેટ ગયા હોય. આ એક અબજથી વધુની વસતીવાળા અને પરમાણુ શક્તિથી સંપન્ન ભારત માટે એક ખતરાની વાત છે. ભારત માટે ખતરાની વાત એ છે કે ત્યાં એક મોટો જળ પ્રોજેક્ટ વિકસિત થવાનો છે. તેનાથી ભારતના પાણી પુરવઠાને અડચણ ઉભી થઇ શકે છે.
ન્યિંગચીના પ્રવાસ દરમ્યાન શી બ્રહ્મપુત્ર નદી ઘાટીમાં પારિસ્થિતિ સંરક્ષણનું નિરીક્ષણ કરવા માટે ‘ન્યાંગ રિવર બ્રીજ’ ગયા હતા, તેને તિબ્બતી ભાષામાં ‘યારલુંગ જંગબો’ કહેવાય છે. ન્યિંગચી, તિબેટમાં એક પ્રાંત સ્તરનું શહેર છે જે અરૂણાચલ પ્રદેશની સરહદને અડીને આવેલ છે. ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવે છે, જે દાવાને ભારતે હંમેશાથી દ્રઢતાથી નકાર્યો છે. ભારત-ચીનની વચ્ચે ૩૪૮૮ કિલોમીટરની વાસ્તવકિ નિયંત્રણ રેખા પર સરહદ વિવાદ છે.
સાસંદે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે ચીન આગળ વધી રહ્યું છે અને બાઇડનનું પ્રશાસન તેને દરેક વસ્તુ કરવા દે છે. જે તે ઇચ્છે છે. ચીન પર તિબેટમાં સાંસ્કૃતિક અને ધાર્મિક સ્વતંત્રતાને દબાવાનો આરોપ છે. પરંતુ ચીન આરોપોને નકારતું આવ્યું છે. શી એ ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં ગયા વર્ષે મેથી શરૂ સૈન્ય ગતિરોધની વચ્ચે આ મુલાકાત લીધી.

Related posts

Goa Deputy Speaker Michael Lobo resigns from his post

aapnugujarat

ઉત્તર – પશ્ચિમ ભારતમાં આગામી પાંચ દિવસ ઠંડી વધવાની આગાહી

aapnugujarat

સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રણવ મુખરજી સંમત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1