Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તર – પશ્ચિમ ભારતમાં આગામી પાંચ દિવસ ઠંડી વધવાની આગાહી

ડિસેમ્બરના અંતિમ દિવસોમાં કેટલાક ડિગ્રીના ઘટાડાને કારણે આખું ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ અને શીત લહેરોની લપેટમાં છે. પહાડો પર હિમવર્ષા અને ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. મંગળવારે સવારે ઉત્તરાખંડ, હિમાચલ, દિલ્હી, હરિયાણા સહિત ઉત્તર પ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, મેરઠ અને લખનઉ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગયા હતા. ધુમ્મસ અને પવન સાથે મળીને સૂર્યપ્રકાશને બેઅસર કરી દીધો હતો અને દિવસનો પારો અચાનક ઘટવા લાગ્યો હતો.
આગામી બે થી ત્રણ દિવસોમાં શીત લહેરની સ્થિતિ આવી જ રહેશે. આ પછી શીત લહેરમાં ઘટાડો થવાની સંભવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્લીમાં ૨૯ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલો રહેશે અને ત્યાર બાદ ઘટાડો થવાની સંભાવના છે. ૨૯ ડિસેમ્બરની રાત્રે એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી હિમાલય સુધી પહોંચવાની સંભાવના છે. આગામી ૩ થી ૪ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્લીના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહેવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારત માટે હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. આગામી પાંચ દિવસમાં એટલે કે ૨૯ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં લઘુત્તમ તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટી શકે છે. ૨૯મીથી ૩૧મી ડિસેમ્બર સુધી પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ અથવા બરફ પડવાની સંભાવના છે.પ્રવાસન સ્થળ પહેલગામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. આ સાથે ગુલમર્ગમાં પ્રવાસીઓનો જમાવડો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૨૯ અને ૩૦ના રોજ ઘાટીના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં આગામી ૨૪ કલાકમાં ઠંડી વધી શકે છે. ઉધમ સિંહ નગર અને હરિદ્વાર જિલ્લામાં કોલ્ડ વેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Related posts

પોલીસ દળમાં ખાલી જગ્યાને ભરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે : રિપોર્ટ

aapnugujarat

ભારતે વિશ્વને કોરોના મહામારીથી બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા : પીએમ મોદી

editor

15 जनवरी को भारत प्रक्षेत्र के सम्मेलन का उद्घाटन करेंगे ओम बिड़ला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1