Aapnu Gujarat
બિઝનેસ

આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ ૧૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ અને વ્લાદિમીર પુતિનના નજીકના ગણાતા દિમિત્રી મેદવેદેવે વર્ષ ૨૦૨૩ને લઈને કેટલાક અનુમાન લગાવ્યા છે. દિમિત્રીની આ ભવિષ્યવાણી ઘણી ચોંકાવનારી પણ છે. રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિનું અનુમાન છે કે વર્ષ ૨૦૨૩માં અમેરિકામાં ગૃહ યુદ્ધ છેડાઈ શકે છે અને એલન મસ્ક રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલના ભાવ ૧૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્‌વીટર પર કહ્યુ કે નવા વર્ષથી એક દિવસ પહેલા સાંજના સમયે દરેક અલગ-અલગ રીતના અનુમાન લગાવે છે. એવામાં અમારી તરફથી જાણો વર્ષ ૨૦૨૩માં શુ થઈ શકે છે,
સૌથી પહેલા દિમિત્રી મેદવેદેવએ ઓઈલની કિંમતોને લઈને વાત કરી છે. જેને લઈને વર્તમાનમાં રશિયા અને પશ્ચિમી દેશોમાં તણાવ વધી ગયો છે. દિમિત્રીએ કહ્યુ કે વર્ષ ૨૦૨૩માં ઓઈલના ભાવ ૧૫૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ગેસની કિંમત પાંચ ડોલર પ્રતિ એક ક્યૂબિક મીટર્સ થઈ શકે છે.
રશિયન ફેડરેશનની સિક્યોરિટી કાઉન્સિલમાં ડેપ્યુટી ચેરમેન દિમિત્રી મેદવેદેવે આગળ કહ્યુ કે બ્રિટન એકવાર ફરી યુરોપિય સંઘનો ભાગ બની શકે છે. દિમિત્રીએ કહ્યુ કે બ્રિટન સામેલ થતા જ યુરોપિયન સંઘ ધ્વસ્ત થશે. યુરોપિયન સંઘની કરન્સી યુરો પણ ઉપયોગથી બહાર થઈ જશે.
દિમિત્રી મેદવેદેવે વર્ષ ૨૦૨૩ને લઈને આગામી અનુમાન લગાવ્યુ કે જે પહેલા યુક્રેનનો પશ્ચિમી વિસ્તાર હતો તેની પર પોલેન્ડ અને હંગરી કબ્જો કરી લેશે. દિમિત્રીએ પોતાના અનુમાનમાં ૨૦૨૩માં ઉત્તરી આયર્લેન્ડ બ્રિટનથી અલગ થઈ જશે અને રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં સામેલ થઈ જશે તેમ કહ્યુ હતુ.

Related posts

ભારત આવ્યાં વિશ્વની ૧૦૦થી વધુ કંપનીના પ્રતિનિધિ

aapnugujarat

Chin के उत्पादों के बहिष्कार की तैयारी

editor

એસ્ટ્રોન આઈપીઓ ૧૫મીએ ખુલશે : વેપારીઓ ઉત્સુક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1