Aapnu Gujarat
ગુજરાત

પાકિસ્તાની બોટ સાથે પકડાયેલું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે લેન્ડ થવાનું હતું

ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે ૪૦ કિલો ડ્રગ્સ અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી ૧૦ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ૧૯૯૨ બાદ પ્રથમ વખત હથિયારો પકડાયા છે. આ બોટમાંથી સલાયા અને ઓખાની વચ્ચે ડ્રગ્સ લેન્ડ થવાનું હતું.
ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, બોટ અને હથિયારોની માહિતી મળતાં જ કોસ્ટગાર્ડે આખું ઓપરેશન તૈયાર કર્યું હતું. આ ઓપરેશન ૬ દિવસ સુધી ચાલ્યું હતું. પાકિસ્તાનના કરાંચી બંદરથી આ બોટ રવાના થઈ હતી અને હાજી બલોચ નામના વ્યક્તિએ ડ્રગ્સ અને હથિયારો મોકલ્યા હતાં. બોટમા રહેલા સિલિન્ડરની નીચે ડ્રગ્સ છુપાવેલું હતું. જેની બજાર કિંમત ૩૦૦ કરોડ થાય છે. આ બોટમાંથી ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેઓ પાકિસ્તાનના બલુચિસ્તાનના રહેવાસી છે. તેમણે કહ્યું હતું કે, આ સંયુક્ત ઓપરેશનમાં જોડાયેલા અધિકારીઓને ઈનામ અપાશે. ૨૦૨૨માં કુલ ૬૩ આરોપીઓ ઝડપાયાં છે. જેમાંથી ૩૮ પાકિસ્તાન અને ૬ અફઘાનિસ્તાનના નાગરીકો છે. ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમાં ૪૩૭૪ કરોડનો માદક દ્વવ્યોનો જથ્થો ઝડપાયો છે. હાલમાં ઝડપાયેલી બોટ ઓખા બંદર પર લાવવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી પિસ્ટલ અને ૧૨૦ કારતૂસ મળ્યા હતાં. કેટલા સમયથી ડ્‌ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો પુછપરછમાં એકત્રિત કરાઈ રહી છે.

Related posts

વડાપ્રધાન સપ્ટેમ્બરના અંતમાં ફરી આવશે ગુજરાત

aapnugujarat

નેતન્યાહુએ પણ મોદીને બે અનોખી જીપો ભેટ આપી

aapnugujarat

ઉત્તરાયણ પર્વ પર અકસ્માત કેસોને લઇ ૧૦૮ એલર્ટ પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1