Aapnu Gujarat
બિઝનેસ

ઈન્ડિયન ઓઈલની ગુજરાતમાં વિસ્તરણની વ્યાપક યોજના

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. દ્વારા ગુજરાતમાં તેની વિસ્તરણ યોજના અને આંતરમાળખાકીય સુવિધાઓને સુદૃઢ કરવા વધુ રોકાણ કરવામાં આવશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની ગુજરાત રાજ્ય ઓફિસનાં એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અને સ્ટેટ હેડ એમ અન્નાદુરાઈએ આજે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની ગુજરાત તેમજ દમણ અને દીવનાં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવર્તમાન આંતરમાળખાકીય સુવિધાઓ અને વિવિધ પ્રોડક્ટોનાં વેચાણો અંગે જાણકારી આપી હતી.એમ અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે વડોદરા સ્થિત કોયલી રિફાઈનરીમાં ક્ષમતા વિસ્તરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આઈઓસીએલનાં ગુજરાતમાં ટર્મિનલ્સ – બલ્ક ડેપોઝની સંખ્યા ૯ છે અને કંપની રિટેલ, એલપીજી અને આઈબી માટે ૩ ડિવિઝનલ ઓફિસો ધરાવે છે.આઈઓસીનાં ગુજરાતમાં એવિયેશન ફ્યુઅલ સ્ટેશન્સની સંખ્યા ૮ અને એલપીજી બોટલીંગ પ્લાન્ટસની સંખ્યા ૬ની છે. કંપની કંડલા ખાતે એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલ અને સિલ્વાસા ખાતે લ્યુબ પ્લાન્ટ ધરાવે છે. ગુજરાતમાં આઈઓસીએલનાં રિટેલ આઉટલેટ્‌સની સંખ્યા ૧૮૦૯, સીએનજી સ્ટેશન્સની સંખ્યા ૨૭૬ અને સીબીજી સ્ટેશન્સની સંખ્યા ૪ની છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે માળિયા, મહુવેજ અને રાધનપુરમાં એલએનજી સ્ટેશન્સ માર્ચ ૨૦૨૩ સુધીમાં કાર્યાન્વિત થઈ જશે. કોયલી ખાતે માર્ચ ૨૦૨૩ સુધીમાં હાયડ્રોજન સ્ટેશન કાર્યરત થવાની ધારણા છે. કંપનીની એલપીજી ડિસ્ટ્રીબ્યુટર શીપ્સની સંખ્યા ગુજરાતમાં ૫૫૩ની અને એસકેઓ એજન્સીઝની સંખ્યા ૨૬૯ની છે. સર્વો લ્યુબ સીએફએની સંખ્યા ૧, સર્વો સ્ટોકિસ્ટની સંખ્યા ૩૦ અને સોલારાઈઝેશનનાં કુલ ૭૧૩ આરઓ ગુજરાતમાં આવેલા છે.
ગુજરાતમાં આઈઓસીએલ ૨૧૦ ઈવી ચાર્જીંગ સ્ટેશન્સ ધરાવે છે અને અને માર્ચ ૨૩ સુધીમાં આંકડો ૩૦૧ને પહોંચે તેવી ધારણા છે. આઈઓસીએલ ગુજરાત એક્સપી૯૫નાં ૪૬૯ આરઓ, એક્સપી૧૦૦નાં ૧૦ આરઓ અને એક્સજીનાં ૩૨૨ આરઓ ધરાવે છે. કંપની ગુજરાત પાંચ સ્થળોએ ગ્રીન કો સર્ટિફીકેશન ધરાવે છે અને માર્ચ ૨૩ સુધીમાં બીજા ૬ સ્થળો ઉમેરાય તેવી ધારણા છે.ગુજરાતમાં આઈઓસીએલ ૧૦૦ ટકા આરઓ ઓટોમેશન ધરાવે છે અને આરઓ નેટવર્કનાં વિસ્તરણની યોજના ધરાવે છે. કંપનીએ ટ્રાન્સપોર્ટ અને માઈનીંગ સેકટરમાં ફ્યુઅલ એફિસીયન્સી માટે ગ્રીન કોમ્બો લુબ્રિકન્ટસની રજૂઆત કરી છે. ઉપરાંત કાર્બન પ્રદૂષણને ઘટાડવા સર્વો રફતાર, સર્વો ગ્રીન માઈલ અને સર્વો ૪ટી ગ્રીન જેવા પર્યાવરણ મિત્ર લુબ્રિકન્ટસ પણ રજૂ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં ભવિષ્યની વિસ્તરણની યોજનાઓ અંગે એમ અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે કંડલા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલમાં રૂ. ૭૩૦ કરોડનાં ખર્ચે વિતરણ કાર્ય ચાલી રહ્યું છે. જે જૂન ૨૦૨૩ સુધીમાં કાર્યરત થઈ જશે. સાણંદ બોટલિંગ પ્લાન્ટમાં મે ૨૦૨૩ સુધીમાં વિશ્વની સૌથી મોટી કંડલા ગોરખપુર એલપીજી પાઈપલાઈન માટે ટેપ ઓફ પાઈપલાઈન સુવિધાઓ પુરી પાડવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ સ્થળે ૭૫૦ કેવીનાં સોલાર પ્લાન્ટનું પણ આયોજન છે.

Related posts

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

વાઉ એરલાઇન્સ ભવિષ્યમાં ફ્રીમાં પ્રવાસ કરાવી શકે છે : રિપોર્ટ

aapnugujarat

ઓલા અને ફ્લિપકાર્ટ લોન્ચ કરશે પોતાના ક્રેડિટ કાર્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1